દાંતામાં હિન્દુ સમાજના લોકોએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું
(પ્રતિનિધિ) અંબાજી, દાંતા ખાતે આજે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ભેગા થઈ વિશાલ રેલી સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો . દાંતામા સાત દિવસ અગાઉ બનેલી લવજેહાદ અને હત્યા જેવી ઘટનાને લઇ પ્રેમી અને પત્નીએ મળી પોતાના પતિની હત્યા કરી હતી . જે મામલે આજે દરેક હિન્દુ સમાજના લોકો ભેગા થઈ દાંતા ખાતે વિશાલ રેલી કાઢવામાં આવી હતી . તો લવજેહાદ અને હત્યા જેવી ઘટનાઓને લઈ આકોશિત લોકોએ હત્યા અને લવજેહાદના ખિલાફ નારેબાજી કરી હત્યારોને ફાંસીની સજા મળે તેવી માંગ કરી હતી . દાંતા ખાતે આજે જિલ્લા પોલીસ જવાનોનો કાફલો પણ તૈનાત જાેવા મળ્યો હતો .
દાંતાના હરિવાવ પાસે ખેતરમાં ઠાકોર જયંતીભાઈની હત્યા કરવાના મામલે સમગ્ર હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે . તો વિધર્મીઓ દ્વારા લવજેહાદ જેવી ઘટનાઓને લઈ પ્રેમી અને પત્ની દ્વારા મળીને પોતાના પતિની હત્યા કરી હરિવાવના માર્ગ પર ફેંકી દેવાયો હતો . ત્યારે સમગ્ર ઘટના બહાર આવતા એલસીબી પાલનપુર પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હત્યારાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો
ત્યારે એવી ઘટનાઓને લઈને દાંતા તાલુકામાં વસવાટ કરતા દરેક હિન્દુ સમાજના લોકોમાં આ ઘટનાને લઇ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો . તો આજે દાંતામાં આવેલા આઝાદ ચોક પાસે હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને વિશાલ સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી . રેલીમાં લોકોના હાથોમાં લવજેહાદ અને હત્યારાઓને ફાંસી આપવાની માંગ સાથે બેનરો લઈ લોકો મોટી સંખ્યામાં જાેડાયા હતા .
રેલી દાંતાના મુખ્ય માર્ગથી પસાર થઈ હત્યારાઓને ફાંસી આપોના નારાઓ સાથે પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને હત્યારાઓને અને હત્યામાં સહયોગ કરનારાઓને કડકમાં કડક સજા મળે તેવી માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું . આજે હત્યા વિરોધમાં દાંતા ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ભેગા થઈ પ્રાંત અધિકારીને હત્યારાઓને ફાંસી અને હત્યામા સહયોગ કરનારોને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી હતી . તો આજે વહેલી સવારથી દાંતાના બજારો સજ્જડ બંધ જાેવા મળ્યા હતા