ગાંધીનગરમાં તા.૨૪ થી ૨૬ ફેબ્રુ. દરમિયાન યોજાશે ટ્રીસીટી પ્રોપર્ટી ફેસ્ટ ૨૦૨૩
ગાંધીનગર, ગાંધીનગર શહેર સમગ્ર રાજ્યમાં એક આગવી ઓળખ ધરાવે છે. રાજ્યનું પાટનગર હોવા ઉપરાંત આ શહેર અનેક ઉપલબ્ધિઓનું કેન્દ્રસ્થાન બની ચુક્યું છે. જેમ કે એશિયાના સૌથી હરિયાળા શહેરોની યાદીમાં નામના મેળવવાથી માંડીને દુનિયાભરનાં નેતૃત્વનું યજમાન બનવા સુધી, નોલેજ કોરીડોરથી લઇ મેડીકલ હબ બનવા સુધીની અનેક ઉપમાઓ આજે ગાંધીનગરનાં નામ સાથે ગર્વભેર જાેડાઈ ચુકી છે. પાટનગર હોવા ઉપરાંત એક વેલ પ્લાન્ડ શહેર હોવાથી અહીંનાં સૌથી વિશાળ ટીપી રોડ, અહીની સ્વચ્છતા, અહીની સુરક્ષા, અહીના હરવા ફરવાનાં સ્થળો અને નજીકના ઉદ્યોગોને કારણે દિવસે ને દિવસે ગાંધીનગર વધુ ને વધુ વિકસતું પણ જાય છે.
આ ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખી હાલ ગાંધીનગર જીલ્લામાં હજારો પરિવારો પોતાના માટે ઘર, ઓફીસ, દુકાન, વિલા જેવી પ્રોપર્ટીઝ શોધી રહ્યા છે. આ સર્વે શહેરીજનોનાં સર્વાંગી હિત માટે, શહેરના વિકાસ માટે તેમજ બાંધકામક્ષેત્રનાં વિકાસ માટે ક્રેડાઇ ગાંધીનગર દ્વારા પ્રથમ વખત એક ભવ્ય પ્રોપર્ટી શો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગાંધીનગરનાં ૧૨૦ જેટલાં રેસીડેન્શીયલ તેમજ કમર્શિયલ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવશે. સાથે જ ઈન્સ્ટન્ટ હોમ લોન હેતુ વિવિધ બેંકો પણ આ શો માં સહભાગી બની છે. આ ત્રણ દિવસીય આયોજનમાં ઘરનું ઘર લેવા માંગતા તેમજ વ્યવસાયિક વિકલ્પો શોધી રહેલા હજારો પરિવારોને અગણિત વિકલ્પો એક જ જગ્યા પર જાેવા મળી જશે. જેમાં ૧ બીએચકેથી માંડીને ૪ બીએચકે ફ્લેટ, વિલા, બંગ્લોઝ, દુકાનો, શોરૂમ, ઓફીસ જેવા તમામ વિકલ્પો સમાવી લેવામાં આવ્યા છે.