તારા ફાઉન્ડેશન ખાતે ગ્રેજ્યુએશન સેરેમની સેલિબ્રેશન યોજાયું
અમદાવાદ, તારા ફોઉન્ડેશને ૨૦૧૬ થી એક નાનકડા એવા રૂમ થી શરૂઆત કરેલ હતી જે આજે વટવૃક્ષ બની ગયું છે. તારા ફોઉન્ડેશન માં સ્પીચ થેરાપી, શાળાકીય જ્ઞાન, ઑડિઓલોજી સર્વિસીસ, મ્યુઝિક થેરાપી, વોકેશનલ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, બિહેવિયર થેરાપી વગેરે થેરાપીઓ દ્વારા બાળકોના વિકાસ માટે ની સેવાઓ પુરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, ડિફરેંટ્લી ઍબલ્ડ બાળકો માટે સેન્સરી ગાર્ડન મોન્ટેસરી મેથડ વગેરે દ્વારા જ્ઞાન પૂરું પાડવામાં આવે છે .
તારા ફાઉન્ડેશન દ્વારા આ બાળકો માટે ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, ૪૦ જેટલાં બાળકોને પદવી એનાયત કરવામાં આવી હતી. અમદાવાદમાં હાઉસ ઓફ મેરીગોલ્ડ ખાતે તારા ફાઉન્ડેશન દ્વારા ગ્રેજ્યુએશન સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે હાઉસ ઓફ મેરીગોલ્ડના ઓનર શિલ્પા ચોક્સી તથા ગાંધીનગર સિવિલ ઈએનટી સર્જન ડો. નીરજ સુરી ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.