ધનસુરાના વડાગામમાં ક્વોરી એસોસિએશને જનહિતને ધ્યાનમાં રાખી મહત્વનો ર્નિણય લીધો
(પ્રતિનિધિ)બાયડ, વડાગામના રહીશો દ્વારા ઘણા સમયથી કવોરી ઉદ્યોગ દ્વારા બ્લાસ્ટિંગ કરવામાં આવતું હોય જેના લીધે નજીકના મકાનોને નુકસાન થવાનો ભય છવાયેલો રહેતો હતો અને ક્વોરી ના ડસ્ટ થી માનવના શરીરને નુકસાન થતું હોય છે જેને લઇને વડાગામ પંચાયતની ગ્રામસભામાં ગામ લોકો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ લેખિત રજૂઆતના આધારે પંચાયત દ્વારા ક્વોરી એસો સીએશને બ્લાસ્ટિંગ અને પોલ્યુશન કંટ્રોલ કરવા માટે જણાવવામાં આવ્યું હતું જેને પગલે ક્વોરી એસોસિએશને માનવના જનહિત ને ધ્યાનમાં રાખી મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા જેવા કે ક્વોરી સવારે ૭ વાગ્યાથી સોજે ૭ વાગ્યા સુધી ચાલુ રાખવા કરાવ્યો ર્નિણય, પોલ્યુશન કંટ્રોલને લઈ પાણીનો છંટકાવ કરવો જરૂરી, કંટ્રોલ બ્લાસ્ટિંગ કરવું જે કોરીમાં વેગન ડ્રિલિંગ થાય છે તેમાં ત્રણ હોલ ૨૫ ફૂટથી નીચેના ભાગમાં બ્લાસ્ટિંગ કરવું, બ્લાસ્ટિંગ નો સમય બપોરે ૧ થી ૧-૨૦ વચ્ચે કરવાનો ર્નિણય લેવાયો કોઈપણ ક્વોરીઘારક આ નિયમનો પાલન નહીં કરે તો પંચાયતમાં ઠરાવ કરી ક્વોરી બંધ કરવાની કાર્યવાહી કરાશે જેવા મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા છે