Western Times News

Gujarati News

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખપદે અજયભાઈ બ્રહ્મભટ્ટે કાર્યભાર સંભાળ્યો

(પ્રતિનિધિ)નડિયાદ, ગુજરાત પ્રદેશ ભાજપના નેતૃત્વ દ્વારા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખપદે અજયભાઈ બ્રહ્મભટ્ટની નિમણુંક કરવામાં આવી છે.૫૦ વર્ષીય અજયભાઈ બ્રહ્મભટ્ટ કેમિકલ એન્જિનિયર છે.આજે બપોરે અજયભાઈ બ્રહ્મભટ્ટે પોતાનો નવો કાર્યભાર સંભાળી લીધો હતો. તે પ્રસંગે નડિયાદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ પર પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ , નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર સહિત જિલ્લાના હોદ્દેદારો, કાર્યકરો, યુવા મોરચા, મહિલા મોરચાના કાર્યકરો એ મોટી સંખ્યામાં ઉમટી પડી નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટને હર્ષોલ્લાસ પૂર્વક શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે અજયભાઈ બ્રહ્મભટ્ટ સંગઠનમાં છેક પાયાના સ્તરથી સક્રિય છે. જાહેર જીવનમાં નડિયાદ પાલિકામાં બે દાયકા ઉપરાંત સમય સુધી નગર સેવકની સેવા છે. તે દરમિયાન બે ટર્મ માટે પાલિકા કારોબારી ચેરમેનની પણ સુપેરે સેવા આપી છે. નડિયાદ શહેર ભાજપ મહામંત્રી, જિલ્લા યુવા મોરચા, જિલ્લા ભાજપ મંત્રી, મહામંત્રી પદે પણ સંનિષ્ઠ સેવા આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.