Western Times News

Gujarati News

STT GDC ઇન્ડિયાએ અમદાવાદમાં DC1 સુવિધા ખાતે વૃદ્ધિ આધારિત મોમેન્ટમની જાહેરાત કરી

·         આ સુવિધા લીડ સર્ટિફિકેશન સાથે અમદાવાદ સ્થિત પ્રથમ એન્ટરપ્રાઇઝ-ગ્રેડ ડેટા સેન્ટર છે

·         ડીસી 1 નવીન એર-કૂલિંગ સિસ્ટમ દ્વારા વૈવિધ્યસભર કનેક્ટિવિટી ફીચર્સ સાથે કેરિયર-ન્યુટ્રલ કોલોકેશન ઓફર કરે છે

અમદાવાદ, એસટી ટેલીમીડિયા ગ્લોબલ ડેટા સેન્ટર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એસટીટી જીડીસી ઇન્ડિયા)એ સીઆઇઓ ક્લબ સાથેની ભાગીદારીમાં તાજેતરમાં અમદાવાદમાં તેની ડીસી 1 સુવિધા ખાતે સીઆઇઓ મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી 51 સીઆઇઓએ ભાગ લીધો હતો તથા શહેરમાં બિઝનેસની વૃદ્ધિ વિશે ચર્ચા કરી હતી.

એસટીટી અમદાવાદ ડીસી 1 ગિફ્ટ સિટીમાં આવેલું છે, જે તમારા મૂલ્યવાન ડેટાને હોસ્ટ કરવા લીડ સર્ટિફિકેશન, રાઉન્ડ-ધ-ક્લોક ઓપરેશન અને અત્યાધુનિક આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અમદાવાદ સ્થિત પ્રથમ એન્ટરપ્રાઇઝ-ગ્રેડ ડેટા સેન્ટર સુવિધા છે.

STT GDC India Announces Momentum led by growth at its DC 1 facility in Ahmedabad

વૃદ્ધિ વિશે ચર્ચા કરતાં એસટીટી જીડીસી ઇન્ડિયાના સીઇઓ સુમિત માખિજાએ કહ્યું હતું કે, “એસટીટી અમદાવાદ સુવિધા લગભગ 70,000 ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે અને મજબૂત કોંક્રિટ સુપરસ્ટ્રક્ચર સાથે પર્પઝ-બિલ્ટ ચાર માળની ઇમારત છે. તે 3 મેગાવોટ આઇટી લોડ, સપ્રેશન સિસ્ટમ અને અત્યાધુનિક ફાયર ડિટેક્શનની ક્ષમતા ધરાવે છે.

અમે અમદાવાદમાં ડેટા જનરેશન અને વપરાશમાં જબરદસ્ત વૃદ્ધિ જોઇ રહ્યાં છીએ તથા વિશ્વસનીય, ઓટોમેટેડ અને ટકાઉ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતોને વેગ આપી રહ્યાં છીએ. આ સુવિધા દ્વારા અમે વિશ્વ-સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક સોલ્યુશન્સ દ્વારા સર્વિસમાં આધુનિક અને વૈશ્વિક ધોરણો દ્વારા દેશમાં વિકાસ પામતી ડિજિટલ ઇકોસિસ્ટમને સપોર્ટ કરવા કટીબદ્ધ રહ્યાં છીએ. અમારી તમામ સુવિધાઓ ભારતીય ડેટા સેન્ટર ઇન્ડસ્ટ્રીમાં સતત ઝડપી વૃદ્ધિ દ્વારા સંચાલિત છે, જે દેશમાં વિશાળ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને સપોર્ટ કરે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “ગુજરાત ભારતમાં અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે અને તેણે ઘણા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ (ઇઓડીબી) પ્રોગ્રામ અને આધુનિક માળખાકીય સુવિધાઓ દ્વારા બિઝનેસ માટે અનુકૂળ માહોલ પ્રદાન કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ હાંસલ કરી છે.

એસટીટી જીડીસી ઇન્ડિયા ડિજિટલ સાતત્યતાને બળ આપવા ગિફ્ટ સિટીમાં ડેટા એમ્બેસીઝની સુવિધા આપવા અને સ્થાપના માટે સરકારના પ્રયાસોને અનુરૂપ છે તથા તેમાં આગળ વધવા માટે ઉત્સુક છે કારણકે અમે અવિરત બિઝનેસ નિરંતરતા માટે અમારા વિસ્તરણ અને શહેરમાં અમારા ગ્રાહકોને સપોર્ટ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

એસટીટી અમદાવાદ ડીસી 1એ નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યાં છે

·         તે લગભગ 70,000 ચોરસફૂટમાં ફેલાયેલું છે અને મજબૂત કોંક્રિટ સુપરસ્ટ્રક્ચર સાથે પર્પઝ-બિલ્ટ ચાર માળની ઇમારત છે

·         એસટીટી અમદાવાદ ડીસી 1 3 મેગાવોટ આઇટી લોડની પાવર ક્ષમતા, સપ્રેસન સિસ્ટમ અને આધુનિક ફાયર ડિટેક્શન ધરાવે છે

·         તેમાં ઉચ્ચ-સ્તરીય ફિઝિકલ સિક્યુરિટી અને બાયોમેટ્રિક એક્સેસ મેનેજમેન્ટ છે, જે ISO/IEC 27001  અને ISO/IEC 20000-1 સર્ટિફિકેશન ધરાવે છે. તેનાથી તે ક્લાયન્ટ્સ અને કર્મચારીઓ બંન્ને માટે પ્રદેશમાં સૌથી સુરક્ષિત ડેટા સેન્ટર સુવિધા છે

·         તે મજબૂત પાવર સિસ્ટમ દ્વારા સંચાલિત છે, જેમાં બે વિવિધ અને આવશ્યક 33 kV યુટિલિટી પાવર સપ્લાય સામેલ છે. ઇલેક્ટ્રિસિટી બ્રેકઆઉટની સ્થિતિમાં N+N જનરેશન સિસ્ટમ અને વિવિધ ફ્યુઅલ ટેંક 24 કલાકનો પાવર બેકઅપ આપે છે, જેથી ડેટા સેન્ટર સુવિધા અપ્રભાવિત અને કાર્યરત રહે

·         એસટીટી અમદાવાદ ડીસી 1 કેરિયર-ન્યુટ્રલ કોલોકેશન સર્વિસિસ ઓફર કરે છે, જેમાં ઇનોવેટિવ એર-કૂલિંગ સિસ્ટમ સાથે વિવિધ કનેક્ટિવિટી ફીચર્સ સામેલ છે.

રાજ્યમાં આ સુવિધા ડેટા સેન્ટર કન્સ્ટ્રક્શન અને લાંબાગાળાની કામગીરીની સમગ્ર લાઇફસાઇકલને સપોર્ટ કરવા ડિજિટલ વૃદ્ધિ અને રોજગાર સર્જન માટે ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવામાં મદદ કરે છે. ઇન્ટરનેટની પહોંચમાં ઝડપી વધારાને પરિણામે ડેટા જનરેશનમાં નોંધપાત્ર વધારો થયો છે.

ભારતને ટકાઉ, ઓલવેઝ-ઓન, મીશન-ક્રિટિકલ ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે, જેથી દેશની ઝડપથી વૃદ્ધિ સાધતી ડિજિટલ જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય. આ સુવિધા સાથે એસટીટી જીડીસી ઇન્ડિયા એન્ટરપ્રાઇઝની વધતી માગને પૂર્ણ કરવા તથા ડેટા લોકલાઇઝેશન ઉપર સરકારના સતત વધતાં ધ્યાન સાથે સુસંગત રહેતાં લોકલ ડેટા સ્ટોરેજની વધતી માગ વચ્ચે હાઇપરસ્કેલ ગ્રાહકોની જરૂરિયાતોને પણ પૂર્ણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.