Western Times News

Gujarati News

TMKOC : ફરી ઘોડે ચડશે ઉલ્ટા ચશ્મા ફેમ એક્ટર સચિન શ્રોફ

મુંબઈ, સચિન શ્રોફના હાલ અચ્છે દિન ચાલી રહ્યા છે તેમ કહી શકાય. કારણ કે, તે ન માત્ર પોતાની પ્રોફેશનલ પરંતુ પર્સનલ લાઈફમાં સારા ફેઝમાં છે. ઘણા વર્ષ બાદ ટીવી સ્ક્રીન પર કમબેક કરનારો આ એક્ટર હાલ પોપ્યુલર સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનું પાત્ર ભજવી રહ્યો છે તો બીજી તરફ તે પ્રેમ અને લગ્નજીવનને બીજી તક આપવા જઈ રહ્યો છે.

સચિન શ્રોફ તેની ફેમિલી ફ્રેન્ડ સાથે ૨૫ ફેબ્રુઆરીએ મુંબઈમાં લગ્ન કરવાનો છે. લગ્નમાં હાજરી આપવા માટે ઉત્સાહિત એક મહેમાને જણાવ્યું હતું કે ‘છોકરીની ઓળખ સિક્રેટ રાખવાની છે. પરિવાર થોડો અંધશ્રદ્ધાળુ છે અને ઈચ્છે છે કે બધું શાંતિથી થાય. આ અરેન્જ મેરેજ છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું અને સાથે ઉમેર્યું હતું કે ‘બ્રાઈડ-ટુ-બી આ ઈન્ડસ્ટ્રીની નથી. તે ઘણા વર્ષોથી સચિનની બહેનની ફ્રેન્ડ છે.

જાે કે, હજી ગત મહિને જ તેના પરિવારે તેની સાથે પરણીને ઠરીઠામ થઈ જવું જાેઈએ તેવી સલાહ આપી હતી. આ ટિપિકલ રિલેશનશિપ નથી, જેમાં બંને પહેલા પ્રેમમાં પડ્યા હતા. સચિને તેના પરિવારની સલાહને ગંભીરતાથી લીધી હતી. બાકી બધુ આપમેળે થઈ ગયું અને તેઓ ખૂબ જલ્દી લગ્ન પણ કરી લેશે.

જણાવી દઈએ કે, સચિન શ્રોફે અગાઉ એક્ટ્રેસ જૂહી પરમાર સાથે લગ્ન કર્યા હતા અને નવ વર્ષના લગ્નજીવન બાદ ૨૦૧૮માં તેઓ અલગ થયા હતા. તેઓ નવ વર્ષની દીકરી સમાયરાના કો-પેરેન્ટ્‌સ છે, જે મમ્મી સાથે રહે છે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, સચિન શ્રોફ માત્ર ટીવી જ નહીં ઓટીટી પ્લેટફોર્મ અને ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે. તે પ્રકાશ ઝાની સીરિઝ ‘આશ્રમ’નો ભાગ હતો. તે સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશી ફિલ્મ ‘ડબલ એક્સએલ’માં પણ દેખાયો હતો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં શૈલેષ લોઢાને રિપ્લેસ કરતાં પહેલા તેણે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં ‘રાજીવ’નું પાત્ર ભજવ્યું હતું.

TMKOCમાં જ્યારે તેની એન્ટ્રી થઈ ત્યારે પણ વિવાદ થયો હતો અને દર્શકોએ તેને હટાવીને જૂના તારક મહેતાને પરત લાવવાની ડિમાન્ડ કરી હતી.

જાે કે, એક્ટર ધીમે-ધીમે પાત્ર ઢળી જતાં હવે તેને પસંદ કરવામાં આવી રહ્યો છે. આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, જેમ પાણીમાં સાકર ભળી જાય છે તેમ તે પણ પાત્રને ન્યાય આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. આ સાથે તેણે શોના ફેન્સને પ્રેમ અને આશીર્વાદ વરસાવતા રહેવાની વિનંતી કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.