ડી.ડી. ઠાકર આર્ટ્સ અને કે. જે. પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મામાં સ્કોલરશીપ વિતરણનો કાર્યક્રમ યોજાયા
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ડી.ડી. ઠાકર આર્ટ્સ અને કે. જે. પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મામાં તારીખ ૨૨- ૩ -૨૦૨૩ ના રોજ એચપીસીએલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તેની સીએસઆર પોલીસીના ભાગરૂપ સમાજના ગરીબ જરૂરિયાત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સારી રીતે મેળવી શકે એ હેતુથી સ્કોલરશીપ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત પ્રા. હીનાબેન ભોજક દ્વારા પ્રાર્થનાથી થઈ હતી. એ પછી કા.આચાર્ય ડૉ. વી.સી. નિનામાએ મહેમાનોને આવકારી તેમનું બહુમાન કર્યું હતું. ત્યારબાદ એચપીસીએલ ના પદાધિકારીઓ દ્વારા મેનેજમેન્ટ અને સ્ટાફની ઉપસ્થિતિમાં કુલ ૨૨૨ વિદ્યાર્થીઓને અપાયેલી રુ. ૧૨,૪૨૦૦૦ (બાર લાખ બેતાલીસ હજાર) ની મેરીટ સ્કોલરશીપના ચેકોનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે સમારોહ અધ્યક્ષ શ્રી હરિહર પાઠક,મંત્રી શ્રી અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ,, મુખ્ય મહેમાન એચપીસીએલ ના ડે. જનરલ મેનેજર ઉમાપથીજી, અતિથિ વિશેષ શ્રી એન.ડી. પટેલ સહમંત્રી આ.વિ ટ્રસ્ટ તથા સુરેશભાઈ લેઉવાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં હાજર સૌ મહેમાનોએ વિદ્યાર્થીઓને એચપીસીએલની સ્કોલરશીપ નો સાચા અર્થમાં ઉપયોગ કરી શ્રેષ્ઠ પરિણામો લાવવા આહવાન કર્યું હતું. વિશેષમાં એચપીસીએલ પદાધિકારી શ્રી ઉપમાપથીજીએ જે વિદ્યાર્થીના પરિવારમાં રસોઈ ગેસ નથી એને આ સંદર્ભે યોગ્ય મદદ કરવાની ખાતરી પણ આપી હતી. અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને અભ્યાસ સંદર્ભે પડતી દરેક મુશ્કેલીમાં મદદ કરવા એચપીસીએલ તત્પર રહેશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રા. ડૉ. રોહિત જે. દેસાઈ અને ડૉ. હરપાલસિંહ ચૌહાણે કર્યું હતું. કાર્યક્રમના અંતમાં આભાર દર્શન ડૉ. ડી.બી. સોંદરવાએ કર્યું હતું.