છોટે મુરારી બાપુની રામકથાએ આદિવાસી વિસ્તારમા સનાતન ધર્મ ધજા લેહરાવીઃ પ્રફુલ શુક્લ
(પ્રતિનિધિ)ખેરગામ, ખેરગામ તાલુકાના વાડ ગામે ભવાની મંદિરે સીતારામ પરિવાર દ્વારા પૂજ્ય છોટે મુરારીબાપુની રામકથાનો મંગલ આરંભ કથાકાર પ્રફુલભાઇ શુક્લના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આ પૂર્વે હર્ષદભાઈ અને અનિલભાઈ પટેલના નિવાસેથી પરંપરા ગત વજાવાજીંતર અને કળશ ધારી બેહનો સાથે થયો હતો જેમાં કરશન ભાઈ, રમેશભાઈ, કમલેશભાઈ, મનોજભાઈ, ચંદ્રકાન્ત, મોહનસિંહ રાઠોડ સહીત આગેવાનો જાેડાયા હતા.
કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે છોટે મુરારી બાપુએ આદિવાસી વિસ્તારમા સનાતન ધર્મનો ઝંડો લેહરાવ્યો છે છોટે મોરારી બાપુએ મંગલાચારણ કરતા કહ્યું હતું કે કળિયુગમા રામકથા ભવસાગર તારી જવાની નાવડી સમાન છે રોલા હનુમાનજી મંદિરના મહંત હરીહર બાપુએ આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે ખેરગામના ડૉ. નિરવભાઈ પટેલ, અમરતભાઈ કંસારા, ઋષિકેશ ભટ્ટ, ઉપસ્થિત રહ્યાં હતાં.