Western Times News

Gujarati News

સરીગામ ગ્રા.પંચાયતને કોરોમંડલ કંપનીએ ફોગિંગ મશીન ભેટ આપ્યું

(પ્રતિનિધિ) સરીગામ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત ઔદ્યોગિક અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરોનો મોટે પાયે ઉપદ્રવ વધતાં મચ્છરોના ત્રાસ થી રક્ષણ મેળવવા અને મચ્છરોનો નાશ કરવા ફોગિંગ મશીનની ખૂબ જરૂરિયાત હતી. જે સરીગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે મંગળવારના રોજ જીઆઈડીસી ખાતે વર્ષોથી કાર્યરત મે. કોરોમંડલ ઇન્ટરનેશનલ પ્રા.લિ.દ્વારા સરીગામ ગ્રામ પંચાયતને ફોગિંગ મશીન, જંતુનાશક દવાઓ, ડીડીટી પાવડર ભેટ આપવામં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં કોરોમંડલ ગ્રુપનાCSR Head બ્રિજેશ પાંચાલ, HR Head નરેશભાઈ, સરીગામના નિષ્ઠાવાન, સરપંચ સહદેવ વઘાત, ઉપસરપંચ સંજય બાડગા, સરીગામ અગ્રણી વિનોદ ઠાકુર, રાકેશ રાય, પંચાયત સભ્યો ઉષાબેન, તૃપ્તીબેન, દલપત ગંજાડીયા, વસંત પાટકર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.