Ahmedabad Airport પર પ્રવાસીને મળશે વધારે સારી સુવિધા
અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. અહીં સતત પેસેન્જર ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવને સુનિશ્ચિત કરવા ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ખુલ્લા મુકવામાં આવ્યા છે.
SVPI એરપોર્ટ પર હાલની ક્ષમતા કરતાં કરતાં બમણી ક્ષમતા ધરાવતા ડોમેસ્ટિક ટર્મિનલ પર નવો સિક્યોરિટી હોલ્ડ એરિયા ખોલ્લો મુકવામાં આવ્યો છે.
SVPI એરપોર્ટ પર મુસાફરોના આવાગમન સાથે ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. કોવિડ બાદ મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. SVPIએરપોર્ટ પર છેલ્લા બે વર્ષથી ક્ષમતા વધારવા માટે કેટલીય સેવાઓ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે.
ડોમેસ્ટિક ટર્મિનલ ગ્રાઉન્ડ ફ્લોર પર તમામ નવા SHA અગાઉના SHA વિસ્તારની તુલનામાં બમણી ક્ષમતા કરવામાં આવી છે. તાજેતરમાં બે નવા બસ બોર્ડિંગ ગેટ કાર્યરત કરવામાં આવ્યા છે. નવા SHA સાથે કનેક્ટેડ છે.
૧૪૦૦ જેટલા SQM સિક્યોરિટી હોલ્ડ એરિયામાં ઝડપી પેસેન્જર વેરિફિકેશન માટે ચાર ઈ-ગેટ છે વધારાના એક્સ-રે મશીનો સાથે સિક્યોરીટી ચેક માટે મેટલ ડિટેક્ટર દરવાજા રાખવામાં આવ્યા છે. મુસાફરોની સરળ અવરજવર માટે કતારના વિસ્તારને લગભગ ૫૦% સુધી વધારવામાં આવ્યો છે. સુરક્ષા તપાસ બાદ બેઠક ક્ષમતા ચાર ગણી વધીને ૧૬૦ થી ૬૪૮ થઈ ગઈ છે.
SVPI એરપોર્ટે છ લેન નવા આગમન પિક-અપ વિસ્તારને કાર્યરત કર્યા છે. પીકઅપ ડ્રોપ વિસ્તાર હવે ટર્મિનલના નવા વોકવે સાથે જાેડાયેલો છે. બંને ટર્મિનલ પર ઘણા નવા પેસેન્જર વિસ્તારો વધારવામાં આવ્યા છે. અગ્રેસર ઔદ્યોગિક રાજ્ય તરીકે ઓળખાતું ગુજરાત, રાષ્ટ્રીય વિકાસમાં અગ્રેસર છે.
અમદાવાદ સ્ટ્રેટર્જીક લોકેશન તેમજ છેલ્લા બે દાયકાઓથી ઝડપી અને સમાવેશી વિકાસનાં કારણે કેન્દ્ર સ્થાને છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રસ્તાવિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ માટેનો પ્રયાસ એક વ્યવહારુ અને સ્થાયી બિઝનેસ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાનો છે. એરપોર્ટના કેચમેન્ટ એરિયાને વધારવો, અંદાજિત ટ્રાફિક અનુસાર એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.