Western Times News

Gujarati News

ભાભી નણંદના પ્રેમમાં પડતા લગ્ન કરી લીધા

સમસ્તીપુર, બિહારથી અજબ પ્રેમ કી ગજબ કહાની સામે આવી છે. અહીં નણંદના પ્રેમમાં પાગલ બનેલી ભાભીએ તેની સાથે લગ્ન કરી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રેમમાં પાગલ બનેલી ભાભી તેની નણંદને પામવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતા આ વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

જણાવી દઈએ કે, આ મામલો સમસ્તીપુર જિલ્લાના રોસડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ધારા ગામનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધારા ગામના પ્રમોદ કુમારના લગ્ન ૧૦ વર્ષ પહેલા સકુલા દેવી નામની મહિલા સાથે થયા હતા. લગ્ન બાદ સકુલાને તેની નાની નણંદ સોની સાથે પ્રેમ થયો હતો. બંને વચ્ચેનો પ્રેમ એટલો વધી ગયો કે, પાંચ મહિના પહેલા જ બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા.

આ મામલે રોસરા પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. મળતી માહિતી મુજબ, સોનીની મોટી બહેન ઘરે પહોંચી અને તેને પોતાની સાથે લઈ ગઈ હતી, ત્યારબાદ સકુલા દેવી સોનીને મેળવવા રોસરા પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસ પ્રશાસનને સોનીને પાછી મેળવવા માટે આજીજી કરવા લાગી હતી. સકુલા દેવીના પતિને પણ ભાભી અને નણંદ વચ્ચેના સમલૈંગિક લગ્નની જાણ હતી.

સોનીની ભાભી કહે છે કે, તે તેના વિના જીવી શકશે નહીં અને તેને મેળવવા માટે કંઈપણ કરશે. આ બાબતે રોસરા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે.

ભાભી અને નણંદની લવસ્ટોરીમાં વધુ એક ક્લાઈમેક્સ જાેવા મળ્યો હતો. આ ક્લાઈમેક્સમાં, ન્યાયની અરજી કરવા પોલીસ સ્ટેશન પહોંચેલી ભાભી સકુલાએ ન્યાયની આજીજી કરતાં પોતાનું માથું પછાડી ઇજા પહોંચાડી હતી, ત્યારબાદ તેણીને સારવાર માટે રોસરા સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પોતાની નણંદના પ્રેમમાં પાગલ બનેલી સકુલા દેવી એક ક્ષણ પણ તેના વિના રહી શકતી ન હતી. હોસ્પિટલના પલંગ પર પણ, ભાભી નણંદને પામવા હાથ જાેડીને વિનંતી કરી રહી છે. આ દરમિયાન, તેણે વધુ એક સનસનીખેજ ખુલાસો કર્યો છે.

ભાભી સકુલાએ કહ્યું કે, સોનીસાથે તેણે લગ્ન કરી લીધા છે અને તેની સાથે રહેવા માંગે છે, તેણે તેનું નામ સૂરજ રાખ્યું અને સોની તેની ભાભીને સૂરજ તરીકે બોલાવતી હતી. સકુલાએ સોનીના પિતા પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. તેણીએ આક્ષેપ કર્યો હતો કે, તેના પિતા તેના પર પણ ખોટી નજર રાખી રહ્યા છે અને તેણી અને સોની સાથે પણ ખોટું કરવા માંગે છે.

હાલમાં, તે કોઈપણ સંજાેગોમાં તેનો પ્રેમ એટલે કે સોનીને મેળવવા માટે ભટકી રહી છે. તેણે કહ્યું કે, પોલીસ સ્ટેશન દ્વારા તેને પહેલા આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ પછી તેને મદદ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનું માથું ભટકાવીને ફોડ્યું હતું. આ મામલામાં સકુલાના પતિ પ્રમોદનું કહેવું છે કે, તે પણ તેની ખુશી જાેવા માંગે છે અને તે જેનામાં ખુશ છે, તેમાં તે પણ ખુશ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.