હક્કપત્રક નોંધોનો નિકાલ ઓનલાઈન પદ્ધતિથી ઝડપી થયો છે: બળવંતસિંહ રાજપૂત
ખેડૂત ખાતેદારોના હક્કપત્રકની નોંધોની પ્રક્રિયા ઝડપી અને સમય મર્યાદામાં કરવામાં આવી રહી છે, તેમ ઉધોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે.
આણંદ જિલ્લામાં હક્કપત્રક નોંધના નિકાલ સંદર્ભે ઉદ્યોગ મંત્રીશ્રીએ કહ્યું કે, ૩૧-૧૨-૨૨ની સ્થિતિએ ૫૯૨૪ જેટલી પત્રક નોંધનો નિકાલ બાકી હતો પરંતુ આજની સ્થિતિએ માત્ર ૩ (ત્રણ) હકકપત્રકની નોંધનો નિકાલ કરવાનો બાકી છે. ઝડપી અને સમય મર્યાદામાં પત્રક નોંધનો આ નિકાલ ઓનલાઇન પ્રક્રિયાથી શક્ય બન્યો છે.
છેલ્લા એક વર્ષમાં નોંધ પાડવા અને મંજૂર કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૭૨,૦૪૦ નોંધીને પાડવામાં આવી હતી, જેમાંથી ૬૨,૬૩૦ નોંધો મંજૂર કરવામાં આવી છે.
હકમપત્રક નોંધોના મંજૂર થવા અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, વેચાણના કિસ્સાઓ, ખેડૂત ખાતેદારોને દાખલા, વારસાઈ તથા હક્ક કાપવાના કિસ્સાઓમાં મરણના દાખલા અને ૭/૧૨માં નામમાં વિસંગતતાઓના કારણે અને જમીન ટાઇટલ ક્લીઅર ન હોવાના કારણે કરવામાં આવે છે.