Western Times News

Gujarati News

ફિલ્મ Mrs Chatterjee Vs Norwayનું ટ્રેલર

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જીની ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વેની ફેન્સ ઘણાં સમયથી રાહ જાેઈ રહ્યા હતા અને હવે તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં રાની મુખર્જી એક બંગાળી મહિલાની ભૂમિકામાં છે. ટ્રેલર ધમાકેદાર છે. આ ફિલ્મ Mrs Chatterjee Vs Norwayમાં મ્યુઝિક અમિત ત્રિવેદીએ આપ્યું છે જ્યારે તેના ડિરેક્ટર અશિમા છીબ્બર અને એડિટક નમ્રતા રાવ છે.

આ ફિલ્મ તારીખ ૧૭ માર્ચ, ૨૦૨૩ના દિવસે થિયેટરમાં રિલીઝ થશે. ટ્રેલરની શરૂઆતમાં બતાવવામાં આવ્યું છે કે મિસિસ ચેટર્જી એટલે કે રાની મુખર્જી તેના બે બાળકો સાથે નોર્વેમાં રહે છે. તે નોર્વેમાં પરિવાર સાથે નવી શરૂઆત કરવા માટે પોતાનો દેશ છોડીને જાય છે. તે બંને બાળકોને ખૂબ પ્રેમ કરે છે.

અચાનક એક દિવસ શ્રીમતી ચેટરજીને ખબર પડે છે કે નોર્વેની સરકારે તેમના બંને બાળકોને તેમની પાસેથી છીનવી લીધા છે. સરકારને લાગે છે કે શ્રીમતી ચેટર્જી તેમના બાળકોની યોગ્ય રીતે સંભાળ રાખવામાં સક્ષમ નથી.

શ્રીમતી ચેટર્જી પોતાના હાથે બાળકોને ખવડાવે છે. પરંતુ નોર્વેની સરકાર આ બધું તેના નિયમો વિરુદ્ધ માને છે. અહીંથી જ માતાની સાચી લડાઈ શરૂ થાય છે.

શ્રીમતી ચેટર્જી એટલે કે રાની મુખર્જી તેના બાળકોને પાછા લાવવા માટે નોર્વેની સરકાર સામે લડે છે અને કોર્ટમાં પહોંચે છે. શ્રીમતી ચેટર્જી જે રીતે કોર્ટમાં ભાંગી પડે છે અને કહે છે કે મને મારું બાળક પાછું જાેઈએ છે, નહીં તો હું મરી જઈશ, તે આઘાતજનક છે. ટ્રેલરમાં એક જગ્યાએ રાની મુખર્જીનો દમદાર ડાયલોગ પણ છે.

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની અપકમિંગ ફિલ્મ સેલ્ફીનું ટ્રેલર આવી ગયું છે. જે વર્ષ ૨૦૧૯માં આવેલી મલયાલમ ફિલ્મ Driving Licenceની રીમેક છે. રાજ મહેતા ડિરેક્ટેડ ફિલ્મ સેલ્ફીમાં નુશરત ભરૂચા અને ડાયના પેન્ટી પણ મહત્વના રોલમાં જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.