Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Priyanka Chahar Chaudhry અને Ankit Gupta વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની અટકળો

મુંબઈ, સીરિયલ ‘ઉડારિયાં’મા પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તાની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ ગમી હતી. જે બાદ બંનેએ બિગ બોસ ૧૬માં ભાગ લીધો હતો અને અહીંયા પણ ફેન્સનો ખૂબ પ્રેમ મળ્યો હતો. શોમાં બંને એકબીજા સાથે મજાક-મસ્તી અને લડાઈ કરતાં જાેવા મળ્યા હતા.

શોમાં પ્રિયંકા માટે અંકિત સૌથી મોટો સપોર્ટર હતો. જ્યારે તે સેકન્ડ રનર-અપ બની તો હસતા મોંએ બહાર આવી હતી પરંતુ અંકિત રડવા લાગ્યો હતો અને તે તેને જીતતી જાેવા માગતો હોવાનું કહ્યું હતું. આ બધા પરથી તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અટકળો શરૂ થઈ હતી.

જાે કે, તેઓ માત્ર મિત્રો જ હોવાનું કહી રહ્યા છે. પ્રિયંકા ચહર ચૌધરીના અફેરની ખબરો સાંભળી તેના માતા-પિતાનું રિએક્શન કેવું હોય છે તે વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું હતું કે, તેમને અંકિત ગુપ્તા પસંદ છે. ‘મારા મમ્મી-પપ્પાને ખબર છે કે હું જે કરીશ યોગ્ય જ કરીશ.

હું મૂર્ખતાભર્યા ર્નિણયો જીવનમાં નહીં લઉ તેવી તેમને ખાતરી છે. તેમને ખબર છે કે મારું પણ એક જીવન છે. મારા પરિવારના લોકો એકદમ સિમ્પલ છે.

હું તેમને કહીશ કે મને આ છોકરો પસંદ છે તો તેઓ મારા ર્નિણયનું માન જાળવશે અને મને સપોર્ટ કરશે’, તેમ બોલિવુડ બબલને આપેલા ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું હતું. આ સાથે તેણે કહ્યું હતું કે ‘તેઓ જરૂરથી જાણવા માગશે. હું બિગ બોસના ઘરમાં હતી ત્યારે અફવા ફેલાઈ હતી તેથી મારા મમ્મી-પપ્પાએ વધારે લોડ લીધો નહોતો. કારણ કે તેમને ખબર છે કે જાે એવુ કંઈક હશે તો હું સામેથી કહી દઈશ.

મારા પેરેન્ટ્‌સને અંકિત ગમે છે. તે લોકો જાણે છે કે અંકિત મારો મિત્ર છે. પ્રિયંકા અને અંકિતને રિયાલિટી શોમાં સાથે જાેવા દર્શકોને ગમતા હતા. જ્યારે અંકિત બહાર થયો તો તેઓ નિરાશ થયા હતા. જાે કે, તેમના માટે એક ગુડન્યૂઝ છે.

વાત એમ છે કે, તેઓ ખૂબ જલ્દી એક પ્રોજેક્ટમાં સાથે જાેવા મળવાના છે અને આ વાતની જાહેરાત એક્ટ્રેસે જ ફોટોગ્રાફર્સ સાથે વાતચીત કરતાં રહી હતી. તો અંકિત હાલ નવા શો ‘જુનૂનિયત’માં જાેવા મળી રહ્યો છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers