Western Times News

Gujarati News

કયા ક્રિકેટરને હુમા કુરેશીએ કહ્યું “આપણે લગ્ન નહીં કરી શકીએ”

Huma Qureshi Tells Cricketer We Can’t Get Married

મુંબઈ, ભારતીય ક્રિકેટ ટીમના સ્ફોટક બેટ્‌સમેન Shikhar Dhawan સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય છે. તે સમયાંતરે ફની વીડિયો શેર કરતો હોય છે. તેના ચાહકોને તેના વીડિયો ખૂબ ગમે છે.

જેના કારણે તેના પર લાઈક અને કૉમેન્ટ્‌સનો વરસાદ થાય છે. ત્યારે તેનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેની સાથે Huma Qureshi છે. ધવન છેલ્લે ગત વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે રમતો જાેવા મળ્યો હતો.

ત્યારથી તે ટીમની બહાર છે. તેણે છેલ્લી ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ ૨૦૨૧ના જુલાઇમાં અને છેલ્લી ટેસ્ટ મેચ ૨૦૧૮ના સપ્ટેમ્બરમાં રમી હતી. જાેકે, ટીમ ઇન્ડિયાની બહાર હોવા છતાં શિખર ધવન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે.

શિખર ધવને પોતાના ઓફિશિયલ Instagram પર હુમા કુરૈશી સાથે પોતાનો નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હુમા કુરૈશી શિખર ધવનને ફોન પર પંજાબીમાં કહે છે કે, આપણા લગ્ન નહીં થઈ શકે. જેના જવાબમાં શિખર ધવન કહે છે કે, કેમ?.. આવતીકાલે જ તો આપણા લગ્ન છે.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

ત્યારે હુમા કુરેશી કહે – ઓહ! ફોન તો તમને લાગી ગયો! શિખર ધવન હસતા હસતા ફોન કાપી નાખે છે, પરંતુ ફોન કાપ્યા બાદ તેને હુમા કુરૈશીએ શું કહ્યું તે સમજાય છે. ત્યારબાદ શિખર ધવનના એક્સપ્રેશન લાજવાબ છે. હુમા અને શિખરના આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

અનેક ચાહકોએ આ વીડિયો પર કોમેન્ટ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, શિખર ધવને અગાઉ હુમા કુરેશી અને સોનાક્ષી સિંહા સ્ટારર ફિલ્મ ‘ડબલ એક્સલ’માં કેમિયો કર્યો હતો. ફિલ્મના સીનમાં શિખર ધવન અને હુમા કુરૈશી ડાન્સ કરતા જાેવા મળ્યા હતા.

શિખર ધવને અત્યાર સુધી ભારત માટે ૩૪ ટેસ્ટ મેચમાં ૪૦.૬૧ની એવરેજથી ૨૩૧૫ રન બનાવ્યા છે. તેણે ૧૬૭ વન ડેમાં ૪૪.૧૧ની એવરેજથી ૬૭૯૩ રન ફટકાર્યા છે.

બીજી તરફ ધવને ભારત માટે ૬૮ T-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ૨૭.૯૨ ની સરેરાશથી ૧૭૫૯ રન બનાવ્યા છે. અત્યારે શિખર ધવન ભલે ટીમ ઇન્ડિયામાં ન હોય, પરંતુ ટૂંક સમયમાં જ તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમશે.

શિખર ધવનને દિલ્હી કેપિટલ્સે IPL 2022માં રિલીઝ કર્યો હતો. આ પછી તે પંજાબ કિંગ્સનો હિસ્સો બની ગયો હતો. શિખર ધવન IPL 2023 માં Punjab Kingsની કેપ્ટનશીપ કરતો જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.