સારકપાતળ ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો
(ડાંગ માહિતી)ઃ આહવા, ડાંગની જિલ્લા આયુર્વેદ કચેરી દ્વારા તા.૨૩/૦૨/૨૦૨૩ના રોજ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતની અધ્યક્ષતામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાકળપાતળ ગામ ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ. સારકપાતળ ખાતે યોજાયેલ આયુષ નિદાન સારવાર કેમ્પમા મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત દ્વારા આયુર્વેદ અને યોગ ચિકિત્સા પદ્ધતિ અપનાવવા માટે લોકોને અનુરોધ કરવામા આવ્યો. આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમા બહોળી સખ્યામા આયુર્વેદ અને યોગની ચિકિત્સાનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. સાથે જ શ્રી મંગળભાઈ ગાવિતે અહિં આયુર્વેદ મોબાઈલ ડીસ્પેન્સરી વાહન (મારૂતી ઇકો)ને લીલી ઝંડી આપી હતી.
કેંમ્પમા જિલ્લા પંચાયત આરોગ્ય અધ્યક્ષા શ્રીમતી હેતલબેન એસ ચોઘરી, ખેતીવાડી સિંચાઇ વિભાગ અધ્યક્ષા શ્રીમતી સવિતાબેન એમ ભોયે, વધઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન એ.પવાર, ઉપપ્રમુખશ્રી બળવતભાઈ દેશમુખ, સદસ્યશ્રી શ્રીમતી વનિતાબેન કે.ભોયે, સદસ્યશ્રી શ્રીમતી રંજુબેન એમ.ગાવિત, ડાંગ બી.જે.પી. પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, મહામંત્રી શ્રી કિશોરભાઇ ગાવિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઇ ડો.ભગુભાઈ રાઉત, વધઇ તાલુકા આરોગ્ય અધિકારી શ્રીમતી ડો.સ્વાતિબેન પવાર, સાકળપાતળ આયુષ મેડિકલ ઓફિસર શ્રીમતી ડો.જ્યોતિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.