અમદાવાદના ડોમેસ્ટિક સુએજના રીસાયકલીંગ રીયુઝ અંગે મીટીંગ યોજાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષસ્થાને અમદાવાદ શહેરના ડોમેસ્ટિક સુએજના રીસાયકલીંગ રીયુઝના એજન્ડા અંતર્ગત ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ચેરમેનશ્રી, મેમ્બર સેક્રેટરી, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ રેજીયોનલ તથા હેડ ઓફિસ-અમદાવાદના સિનીય૨ અધિકારીઓ, A meeting was held regarding the recycling and reuse of domestic sewage of Ahmedabad
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના સાયન્ટીસ્ટશ્રીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીટી એન્જીનીયર વોટર રીસોર્સિસ મેનેજમેન્ટ,સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,ડ્રેનેજ પ્રોજેકટ તથા એન.આર.સી.પી.ના સિનીયર અધિકારીઓની હાજરીમાં શહેરના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે આજ રોજ તા.૨૪૦૨ ૨૦૨૩ ના દિવસે મીટીંગ યોજવામાં આવેલ.
મીટીંગ ના પ્રારંભમાં સીટી એન્જીનીયરશ્રી-વોટર રીસોર્સિસ મેનેજમેન્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટસ, રાજ્ય સરકારની રીસાયકલીંગ રીયુઝ પોલિસી, હાલના ટ્રીટેડ સુએજ રીયુઝના ટેરીફ સ્ટ્રકચર તથા ટ્રીટેડ સુએજના ઇન્ડસ્ટ્રીયલ અને એગ્રીકલ્ચરલ રીયુઝની સંભાવનાઓ અંગે પ્રેઝન્ટેશન કરવામાં આવેલ.
ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વટવા, નારોલ, ઓઢવ, નરોડા, દાણીલીમડા તથા બહેરામપુરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રતિનિધિઓને તેઓની સભ્ય ઇન્ડસ્ટ્રીઝને નૈતિક ફરજના ભાગરૂપે ભુગર્ભજળનો ઉપયોગ બંધ કરી ટ્રીટેડ સુએજનો ઉપયોગ કરવા અંગેની તમામ શકયતાઓ ચકાસવા જાણ ક૨વામાં આવેલ.
તેઓશ્રી દ્વારા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ તથા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને પણ સદર બાબતને લગતી કાયદાકીય જાેગવાઇઓ અનુસાર કાર્યવાહી કરવા સુચન કરેલ.
ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા તેઓના સંબંધિત ઇન્ડસ્ટ્રીઅલ કલસ્ટરમાં સુએજના રીયુઝ રીસાયકલીંગ અંગે પ્રવર્તમાન મુદ્દાઓ વિશે વારાફરતી ચર્ચા કરવામાં આવેલ જેમાં મુખ્યત્વે બોરવેલ પર પ્રતિબંધ મુકવા અંગે કાર્યવાહી થઇ આવવા,
રીસાયકલ કરેલ સુએજના વ્યાજબી દરો નકકી થઇ આવવા,ટ્રીટેડ સુએજના ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક તથા સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા તેમજ તેના ખર્ચની જાેગવાઇ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભરવામાં આવતા ટેક્ષના ભંડોળમાંથી થઇ આવે તેવી વ્યવસ્થા કરવા અંગે રજુઆત કરવામાં આવેલ.