Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આ દેશમાં અઠવાડીયામાં ‘ચાર દિવસ કામ, ત્રણ દિવસ આરામ’ નો પ્રોજેકટ સુપરહીટ

પાયલટ પ્રોજેકટમાં સામેલ ૯૦% કંપનીઓ આ પદ્ધતિ સાથે આગળ વધવાની યોજના ધરાવે છે

(એજન્સી)લંડન, અઠવાડીયામાં ચાર દિવસ કામ કરવા માટે આયોજીત વિશ્વની સૌથી મોટી પાયલટ યોજનાને મંગળવારે સફળ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષામાં સામેલ મોટાભાગની કંપનીઓએ કહયું કે તેઓ અઠવાડીયામાં ચાર દિવસ કામના આ મોડલને ચાલુ રાખશે.

ગયા વર્ષે જુનથી ડીસેમ્બર દરમ્યાન યુકેમાં હાથ ધરવામાં આવેલા ટ્રાયલમાં યુકેના વિવિધ ક્ષેત્રોની કુલ ૬૧ કંપનીઓએ ભાગ લીધો હતો. નોન-પ્રોફીટ ફોર ડે વીક ગ્લોબલ દ્વારા આયોજીત પાયલટ સ્કીમના ભાગરૂપે, યુકે.ના લગભગ ૩,૦૦૦ કર્મીઓને ચાર દિવસના કામકાજના અઠવાડીયા માટે સમાન પગારની ઓફર કરવામાં આવી હતી જે તેમને પાંચ દિવસના કામકાજના અઠવાડીયા માટે મળે છે.

ફોર ડે વીક ગ્લોબલના સીઈઓ ડો.ડેલ વેલેહને જણાવ્યું હતું કે, “પુરુષો અને સ્ત્રીઓ બંનેને ચાર દિવસના કામના સપ્તાહથી ફાયદો થાય છે, પરંતુ મહીલાઓનો અનુભવ સામાન્ય રીતે વધુ સારો રહયો છે.” આ કાર્ય સપ્તાહથી ીજીવન અને નોકરીનો સંતોષ માનસીક સ્વાસ્થ્ય અને મુસાફરીના સમયમાં ઘટાડો વિશેષ મહત્વ ધરાવે છે.

બોસ્ટન કોલેજ સાથે સંકળાયેલાં મુખ્યરીસર્ચ પ્રોફેસર જુલીયટ સ્કોરે જણાવ્યું હતું કે, વિવિધ પ્રકારના કાર્યસ્થળો માટે મોટાભાગે એકધારા પરીણામો મળ્યા છે. તે દર્શાવે છે કે આ એક નવો વિચાર છે જે ઘણા પ્રકારના કાર્યસ્થળો માટે અનુકુળ છે. ઓકસફર્ડ અને કેમ્બ્રીજ યુનિવસીટીઓ પણ પાયલટ યોજનામાં સામેલ હતી.

તેમણે કહયું કે પાયલટ સ્કીમના તારણોથી જાણવા મળ્યું છે. કે લગભગ તમામ કંપનીઓ ચાર દિવસીય વર્ક સપ્તાહ ચાલુ રાખવા માંગે છે. સ્કોરે જણાવ્યું હતું કે ટ્રાયલ પ્લાનમાં સામેલ ૯૧ ટકા કંપનીઓ તેને ચાલુ રાખવા માટે આયોજન કરી રહી છે. જયારે ચાર ટકા તેને ચાલુ રાખવા બાબતે વિચારી રહી છે જયારે ચાર ટકાએ ચાર દિવસના કામકાજના સપ્તાહ સાથે આગળ ન વધવાનો નિર્ણય કર્યો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers