Western Times News

Gujarati News

યુક્રેનથી આવેલા ભારતના હજારો મેડીકલ વિદ્યાર્થી ડીગ્રી પુરી કરવા રશિયા પહોંચ્યા

(એજન્સી)નવીદિલ્હી, રશીયા સાથે યુદ્ધ શરૂ થયું ત્યારે યુક્રેનમાં ભણતા હજારો ભારતીય વિધાર્થી અભ્યાસ અધુરો છોડી દેશ પરત ફર્યા હતા. એ દ્રશ્યો બધાંને યાદ છે. જાેકે, આવા ઘણા વિધાર્થીઓ હવે ડીગ્રી પૂરી કરવા યુકેન નહીં રશિયા પહોંચ્યા છે.

મેડીકલના આખરી વર્ષમાં અભ્યાસ કરતી કેરલની વિધાર્થીની જીસ્ના જીજીએ જણાવ્યું હતું કે રશીયાએ અમને ઘણો સારો આવકાર આપ્યો છે. અમારે કોઈ વધારાના ખર્ચ ચુકવવો પડયો નથી. અમને અધુરા અભ્યાસથી આગળ ભણવાની મંજૂરી અપાઈ હતી. અને એટલે અમારી મહેનત નકામી ગઈ નથી.”

જીજી ત્યારે રશીયાના અર્ખાગેલસ્કની નોર્ધન સ્ટેટ મેડીકલ યુનિવસીટીમાં એમબીબીએસ કરી રહી છે. એક વર્ષ પહેલાં જીજી યુક્રેનની સુમી યુનિવસીટીમાં પાંચમાં વર્ષમાં અભ્યાસ કરતી હતી. જાેકે, ર૦રરનું વર્ષ તેના અને યુક્રેન માટે આટલું ખરાબ રહેશે તેની કોઈ જાણ ન હતી.

પેરેન્ટસ એસોસીએશન ઓફ યુકેન એમબીબીએસ સ્ટુડન્ટસના પ્રેસીેડેન્ટ આર બી ગુપ્તાએ દાવો કર્યો હતો કે, “લગભગ ર,પ૦૦ વિધાર્થી અભ્યાસ માટે ફરી યુકેન ગયા છે. જયારે ૪,૦૦૦ વિધાર્થીઓએ સર્બીયા, રશીયા અને ઉઝબેકિસ્તાન સહીતના દેશોમાં ટ્રાન્સફર લીધી છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ટ્રાન્સફર લેનારા મહદઅંશે પાંચમાં અને છઠ્ઠા વર્ષના વિધાર્થી છે. હજુ ૩,૦૦૦ વિધાર્થી ભારતમાં છે અને ઓનલાઈન કલાસ દ્વારા અભ્યાસ કરી રહયા છે.” ગુપ્તા એક વર્ષથી યુક્રેનથી આવેલા વિધાર્થીઓને ભારતની એમબીબીએસ કોલેજાેમાં પ્રવેશ આપવાની ઝુંબેશ ચલાવી રહયા છે.

તેમણે જણાવ્યું હતું કે, “મને સરકાર તરફથી સહાય મળવાનો કોઈ આશા નથી.” તેમણે કહયું હતુું કે, મારો દીકરો એમબીબી એસના ત્રીજા વર્ષમાં છે. તેણે ઘણા મહીના સુધી રાહ જાેયા પછી સર્બીયાની ર્યુનિવસીટીમાં ટ્રાન્સફર લીધી છે. આવા જ ર૩ વર્ષના અન્ય એક વિધાર્થી અઅમીને ઉઝબેકિસ્તાનની યુનિવસીટીમાં ટ્રાન્સફર લીધી છે. તે એમબીબી એસના આખરી વર્ષમાં અભ્યાસ કરી રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.