Latest : Turkey-Syriaમાં ભૂકંપમાં મૃતકોની સંખ્યા 50,000
તુર્કી, ભૂતકાળમાં તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા ૫૦ હજાર થઈ ગઈ છે. અહીં મજબૂત ભૂકંપના કારણે ૫,૨૦,૦૦૦ એપાર્ટમેન્ટ સહિત ૧,૬૦,૦૦૦ ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી.
Latest : 50,000 dead in Turkey-Syria earthquake
ઉલ્લેખનીય છે કે, ૬ ફેબ્રુઆરીએ તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલો આંચકો સવારે ૪.૧૭ વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૭.૮ મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું.
લોકો તેમાંથી બહાર નીકળી શકે તે પહેલાં, તેના થોડા સમય બાદ બીજાે ભૂકંપ આવ્યો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૪ મેગ્નિટ્યુડ હતી. ભૂકંપના આંચકાનો આ સમયગાળો અહીં જ અટક્યો ન હતો.
આ પછી ૬.૫ની તીવ્રતાનો બીજાે આંચકો આવ્યો હતો. આ આંચકાઓએ માલત્યા, સાનલિઉર્ફા, ઓસ્માનિયે અને દિયારબાકીર સહિત ૧૧ પ્રાંતોમાં વિનાશ સર્જ્યો હતો. સાંજે ૪ વાગે ભૂકંપનો વધુ એક આંચકો આવ્યો હતો. આ આંચકાએ સૌથી વધુ તબાહી મચાવી હતી. બરાબર દોઢ કલાક બાદ સાંજે ૫.૩૦ કલાકે ભૂકંપનો પાંચમો આંચકો આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, ૬ ફેબ્રુઆરીએ આવેલા વિનાશક ભૂકંપમાં તુર્કી અને સીરિયાના વિવિધ વિસ્તારોમાં હજારો લોકોના મોત થયા બાદ ભારતે મદદ પૂરી પાડવા માટે ‘ઓપરેશન દોસ્ત’ શરૂ કર્યું હતું. આ અંતર્ગત અલગ-અલગ ટીમો બનાવીને મોકલવામાં આવી હતી. તેમાંથી ઘણી ટીમો બચાવ કામગીરી પૂરી થયા બાદ પરત ફરી ચૂકી છે. ગયા રવિવારે જ છેલ્લી ટીમ પણ તુર્કીથી પરત ફરી છે.
ઓપરેશન દોસ્ત અંતર્ગત NDRFના ૧૫૧ જવાનો અને ડોગ સ્ક્વોડની ૩ ટીમો ભૂકંપ પ્રભાવિત તુર્કીમાં મદદ માટે પહોંચી હતી. ઓપરેશનની સમાપ્તિની જાહેરાત પછી, NDRF ટીમને તુર્કીના અધિકારીઓ દ્વારા તાળીઓના ગડગડાટ દ્વારા વિદાય આપવામાં આવી હતી.
આ દરમિયાન દરેકના ચહેરા પર સ્મિત હતું અને દરેક ભારત તરફથી મળેલી મદદની પ્રશંસા કરી રહ્યા હતા. ભારત પરત ફરતાં એરપોર્ટ પર તેમનું પુષ્પાંજલિ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.SS1MS