Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Bollywood:Nawazuddin Siddiqui સામે રેપનો કેસ નોંધાવ્યા બાદ રડી આલિયા

મુંબઈ, પત્ની Aaliya Siddiqui એ બળાત્કારના ફરિયાદ નોંધાવ્યા બાદ Nawazuddin Siddiquiનું અંગત જીવન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આલિયાએ હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને એક્ટર કસ્ટડીની લડાઈમાં તેની પાસેથી બાળકો છીનવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. વીડિયોમાં રડતાં-રડતાં તેણે કહ્યું કે ‘તેણે તેવો દાવો કર્યો છે કે, તેને બાળકોની કસ્ટડી જાેઈએ છીએ. Bollywood: Aaliya cried after filing a rape case against Nawazuddin

તેણે બાળકોના આનંદનો અનુભવ કર્યો નથી, ડાયપરનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ તે જાણતો નથી. અમારા બાળકો ક્યારે મોટા થઈ ગયા તે પણ તેને નથી ખબર અને આજે તે બાળકોને મારી પાસેથી છીનવીને તેવું સાબિત કરવા માગે છે કે તે સારો પિતા છે. તે કાયર પિતા છે. તે પોતાના પાવરનો દુરુપયોગ કરીને મા પાસેથી બાળકો લઈ રહ્યો છે. પરંતુ તે જાણતો નથી કે અલ્લાહ પાસે સૌથી મોટી શક્તિ છે’.

 

View this post on Instagram

 

A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin)


નવાઝુદ્દીન સિદ્દીકીને સંબોધતા આગળ તેણે કહ્યું હતું કે ‘મેં તને મારો પતિ માન્યો. તે કહ્યું તેમ કર્યું પરંતુ તે મને ક્યારેય તારી પત્ની માની નહીં. મેં મારા જીવનના સૌથી મહત્વપૂર્ણ વર્ષો તને સોંપી દીધા.

હું પહેલાથી જ આર્થિક કટોકટીનો સામનો કરી રહી છું અને તેણે મને બધી બાજુથી નબળી પાડી દીધી. સફળતાનો નશો તેના માથા પર ચડી ગયો છે. મારો દીકરો તો પિતાનો પ્રેમ શું હોય છે તે પણ જાણતો નથી કારણ કે તેણે માત્ર એક જ બાળકને જાેયું છે. પરંતુ મને કાયદા અને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે અને ચૂકાદો મારી જ તરફેણમાં આવશે તેવો વિશ્વાસ છે’.

એક્ટર સામે રેપ કેસની ફરિયાદ નોંધાવી હોવાનો ઉલ્લેખ કરતાં આલિયાએ કેપ્શનમાં લખ્યું હતું કે ‘એક મહાન અભિનેતા, જેણે મહાન માનવ બનવાનો પ્રયાસ કર્યો. તેની ર્નિદયી મા, જે મારા માસૂમ બાળકોને ગેરકાયદે કહી રહી છે અને આ ખરાબ માણસ હંમેશા મૌન રહે છે. ગઈકાલે તેની સામે વર્સોવા પોલીસ સ્ટેશનમાં પુરાવા સાથે બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી. ગમે તે થાય પરંતુ હું મારા નિર્દોષ બાળકોને આ હૃદયહીન હાથમાં જવા નહીં દઉં’..

 

View this post on Instagram

 

A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin)

હાલમાં જ નવાઝુદ્દીન સામે તેની નોકરાણી સપના રોબિને તેના કારણે દુબઈમાં ફસાઈ હોવાનો દાવો કર્યો હતો. જાે કે, બાદમાં તે ફરી ગઈ હતી અને આરોપો ખોટા હોવાનું કહ્યું હતું. સપનાએ કહ્યું હતું કે, જ્યારે તેણે વીડિયો શેર કર્યો ત્યારે દબાણમાં હતી. તેણે એક્ટરની માફી માગી હતી તેમજ આલિયાએ કરેલો કેસ પણ ખોટો હોવાનું કહ્યું હતું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers