Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ટીવી સ્ક્રીન પર કમબેક કરવાની તૈયારીમાં એક્ટર મોહસિન ખાન

મુંબઈ, મોહસિન ખાન એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર એક્ટરમાંથી એક છે અને સોશિયલ મીડિયા પર પણ ખાસ્સી ફેન ફોલોઈંગ છે. ટીવી સ્ક્રીન પર લાંબા સમયથી ચાલી રહેલા શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં આશરે સાડા પાંચ વર્ષ સુધી કાર્તિકનું પાત્ર ભજવીને તે પોપ્યુલર થયો હતો.

જેમાં શિવાંગી જાેશી સાથેની તેની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવતી હતી અને તેઓ બંનેને પ્રેમથી ‘કાયરા’ કહીને પણ બોલાવતા હતા. લીપ આવ્યા બાદ તેની એક્ઝિટ થઈ હતી. આ વાતને દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો છે પરંતુ તે કોઈ નવા શોમાં જાેવા મળ્યો નથી. જાે કે, તેણે કેટલાક વીડિયોમાં જરૂરથી કામ કર્યું છે. રિપોર્ટ્‌સનું માનીએ તો, તે ખૂબ જલ્દી અનુપમાથી કમબેક કરવાનો છે.

વહેતી થયેલી ખબર પ્રમાણે અનુપમાના ખૂબ જલ્દી એક નવા ચહેરાની એન્ટ્રી થવાની છે અને તે પાત્ર મોહસિન ખાન દ્વારા ભજવવામાં આવશે.

તેનું કાસ્ટિંગ કિંજલનું પાત્ર ભજવતી નિધિ શાહની ઓપોઝિટમાં થશે તેમ કહેવામાં આવ્યું છે. પિંકવિલાએ સૂત્રોના આધારે છાપેલા રિપોર્ટ પ્રમાણે મોહસિન પોપ્યુલર સીરિયલનો ભાગ બનશે કે કેમ તે અંગે હજી પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ જાે આમ થયું તો તેના ફેન્સ માટે ખરેખર એક ખુશખબર ગણાશે. ફેન્સને પણ નિધિ અને મોહસિનને સાથે જાેવાની મજા આવશે’.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છોડ્યા બાદ મોહસિન ખાને ઘણા મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું હતું. ‘તેરી અદા’માં કો-એક્ટર રહી ચૂકેલી શિવાંગી જાેશી સાથે તેનું રિયુનિયન થયું હતું. ત્યારબાદ તે અનેરી વજાણી સાથે આશિક હૂં અને સ્મૃતિ કાલરા સાથે ધીરે ધીરે તુમસે પ્યાર હોગયામાં દેખાયો હતો, જે જુલાઈ ૨૦૨૨માં રિલીઝ થયો હતો.

સીરિયલના હાલના ટ્રેકની વાત કરીએ તો, અનુપમા ફરીથી બે પરિવારની જવાબદારીઓ વચ્ચે વહેંચાઈ ગઈ છે. આ દરમિયાન અનુજ કપાડિયા, છોટી અનુ અને માયા સ્કૂલ પિકનિક પર સાથે જાય છે. અહીંયા તેમની વચ્ચે ડીલ થાય છે કે માયા વધુ એક મહિનો કપાડિયા મેન્શમાં રહેશે.

બીજી તરફ અનુપમા સજીધજીને અનુજની રાહ જાેતી રહે છે. બીજી તરફ પિકનિક પરથી પરત ફરતાં માયા અનુજને તેમની વચ્ચે થયેલી ડીલ સિક્રેટ રાખવા અને અનુપમા નહીં સમજે તેમ કહે છે. અનુપમા ત્યાં આવી પહોંચે છે અને તેઓ શેના વિશે વાત કરી રહ્યા હતા તેમ પૂછે છે.

શું અનુજ પત્નીથી ડીલની વાત છુપાવશે કે કહી દેશે તે આગામી સમયમાં જ જાણવા મળશે. તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અનુપમા અને અનુજના સેપરેશનનો ટ્રેક દેખાડવામાં આવશે તો માયા અનુજની ક્લોઝ આવશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers