Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Bollywood:સાજિદ ખાને સૌંદર્યા શર્માને નાની બહેન અને મિત્ર ગણાવી

મુંબઈ, Sajid Khan અલગ-અલગ કારણોસર લાઈમલાઈટમાં રહેતા સેલેબ્સમાંથી એક છે. પહેલા #MeToo હેઠળ નામ આવ્યા બાદ તે ઈન્ડસ્ટ્રીમાંથી બહાર ફેંકાઈ ગયો હતો તો એકસમયે તેનું નામ જેક્લિન ફનાર્ન્ડિઝ અને ગૌહર ખાન સાથે જાેડાયું હતું. તેના લિંક-અપની ફરીથી અફવા ઉડી છે અને આ વખતે તે બિગ બોસ ૧૬ની કો-કન્ટેસ્ટન્ટ સૌંદર્યા શર્માને ડેટ કરી રહ્યો હોવાની વાતો વહેતી થઈ છે.

Bollywood: Sajid Khan calls Soundarya Sharma a younger sister and friend

બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવા અંગે પ્રતિક્રિયા આપતાં તેણે જણાવ્યું હતું કે ‘આ બકવાસ ખબર છે. તે મારી નાની બહેન જેવી છે અને હું કોઈની સાથે પણ રિલેશનશિપમાં નથી. આ અમારા વિશે અફવા ફેલાવવામાં આવી રહી છે’. સાજિદ બાદ સૌંદર્યા શર્માએ આ અંગે રિએક્શન આપતાં ગુસ્સો કાઢ્યો હતો તેમજ અફવા ફેલાવનારા સામે લિગલ એક્શન લેવાની ધમકી પણ આપી હતી.

તેણે કહ્યું હતું કે સાજિદ મારો મિત્ર અને ભાઈ છે. મને ઠેસ પહોંચી છે. હું આવી ખબરોથી નિરાશ છું. મને તે જાેઈને દુઃખ થાય છે કે આજના સમયમાં મહિલાઓનું નામ આ રીતે લિંક કરીને હેડલાઈન બનાવવામાં આવે છે. અમે કોને ડેટ કરી રહ્યા છીએ તેના બદલે અમે શું મેળવ્યું છે તેના પર ફોકસ કરવાની જરૂર છે’.

Soundarya Sharma એ આગળ કહ્યું હતું કે ‘આ ખબર તે પત્રકારો દ્વારા ફેલાવવામાં આવી છે, જેમના ઈન્ટરવ્યૂની રિક્વેસ્ટ હું પૂરી કરી શકી નહોતી. આ ખબરે માત્ર મને જ નહીં મારા પરિવારને પણ પ્રભાવિત કરી છે. હું લીગલ એક્શન લેવા વિશે વિચારી રહી છું. આશા રાખું છું કે આપણે આગળ જવાબદારી ભરેલું રિપોર્ટિંગ જાેઈશું’.

બિગ બોસ ૧૬ના ઘરમાં રહેવા દરમિયાન સૌંદર્યા શર્મા અને ગૌતમ વિજ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જાે કે, બંને બહાર નીકળે તે પહેલા જ બ્રેકઅપ થઈ ગયું હતું. આ વિશે તેણે કહ્યું હતું કે, તેણે જાણી જાેઈને આમ કર્યું નહોતું. કોઈના પ્રત્યે લાગણી થાય તો તે સામાન્ય વાત છે. તે કેમેરાની સામે ફેક બની શકતી નથી.

સૌંદર્યા શર્મા ભલે ‘બિગ બોસ ૧૬’થી લાઈમલાઈટમાં આવી હોય, પરંતુ આ પહેલા તેણે વેબ સીરિઝ ‘રાંચી ડાયરી’માં કામ કર્યું હતું. જેમાં રવિ કિશન, અનીતા રાજ અને સતીષ કૌશિક જેવા કલાકારો હતા. આ પહેલા તેનો એક મ્યૂઝિક વીડિયો ‘બડે દિન સે’ પણ રિલીઝ થયો હતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers