આંગડીયાને લૂંટવા બનાવ્યો હતો માસ્ટર પ્લાનઃ પોલીસે હથિયાર સાથે ઝડપ્યા
(એજન્સી)અમદાવાદ, ટ્રાફિક પોલીસની સતર્કતા થી લૂંટ જેવા ગંભીર ગુનો અટકી ગયો છે. ઉત્તર પ્રદેશથી આવેલા આરોપીઓ લૂંટ કરે તે પહેલા જ ત્રણ હથિયાર અને ૧૩ જીવતા કારતુસ સાથે ઝડપાઈ ગયા.
The master plan to rob Angdia was caught by the police with a weapon
જે અંગે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોધી એક આરોપીની ધરપકડ કરીતો અન્ય ફરાર ત્રણની શોધખોળ હાથ ધરવામાં આવી. સાથે જ લૂંટનું કાવતરું છેલ્લા ૧૫ દિવસથી ઘડાયુ અને રેકી પણ કરવામા આવી હોવાનો ખુલાસો થયો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ મોહમ્મદ ઈમરાન શેખ છે. જે અમદાવાદના રખિયાલ વિસ્તારનો રહેવાસી છે.જે મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે મોડી સાંજે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ ગાડીની તપાસ કરતા, ઇમરાન ઝડપાઈ ગયો, જેની પાસેથી એક પિસ્તોલ બે દેશી બનાવટના તમંચા અને તેર જીવતા કારતૂસ મળી આવ્યા છે.
જાેકે ગાડીમાં તેની સાથે રહેલા નદીમ ખાન શેખ અને સોહેલ શેખ પોલીસને જાેઈ નાસી છૂટ્યા હતા. આરોપી પાસેથી મળેલા હથિયારો અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે આરોપીઓ ધાંગધ્રા અને અમદાવાદમાં આંગડિયા પેઢી પર લૂંટનું કાવતરું રચી રહ્યા હતા. સાથે જ ૧૫ દિવસમાં ત્રણ જગ્યાની રેકી પણ કરી હોવાની હકીકત સામે આવી છે.
ત્રણ હથિયાર અને 13 કરતુંસ સાથે ધ્રાંગધ્રા ખાતેની આંગડિયા પેઢીની ધાડનો ગુનો અટકાવતી અમદાવાદ શહેર ટ્રાફિક પૂર્વ પોલીસ અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ@sanghaviharsh @GujaratPolice @InfoGujarat @SafinHasan_IPS pic.twitter.com/MEmvzETVyV
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) February 26, 2023
ઝડપાયેલ આરોપી ઇમરાન ની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે અમદાવાદના સરખેજમાં રહેતો સમીર પઠાણ ઉર્ફે સમીર ધાંગધ્રા તથા તેનો ભાઈ અકીલ ખાન ઉર્ફે સોનુ પઠાણ અને ઇમરાન ની સાથે આવેલા સોહેલ શેખ અને નદીમ ખાન શેખ સાથે મળી આંગડિયા પેઢી તથા પિત્તળની ટ્રક લૂંટ કરવાનું કાવતરું રચ્યું હતું.
જે માટે ઉત્તર પ્રદેશથી બે આરોપી બોલાવી હથિયારો એકઠા કર્યા હતા. જેના આધારે મોટી લૂંટને તેઓ અંજામ આપી ફરાર થઈ જવાના હતા. સાથે જ આરોપી ઈમરાનની પૂછપરછ કરતા એ હકીકત સામે આવી કે, વર્ષ ૨૦૧૭- ૧૮ માં ઇમરાન અને સમીર સેન્ટ્રલ જેલમાં હતા.
ત્યારે બંને વચ્ચે મુલાકાત થઈ હતી અને મોટા લૂંટનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ અંદાજિત ૧૦ તારીખે તમામ આરોપીઓ ભેગા મળી લૂંટ માટે રેતી પણ કરી હતી. આરોપી ઇમરાનની ગુનાહિત કુંડળી તપાસતા તે અગાઉ સાણંદમાં થયેલી લૂંટ કેસમાં જેલમાં હતો. જ્યારે સમીર ડ્રગ્સના ગુનામાં જેલમાં હતો.