વિરપુર તાલુકાના પાણી પુરવઠા વિભાગના ૫૦ કર્મચારીઓની ITI ખાતે ટ્રેનીંગ યોજાઈ
(પ્રતિનિધી) વિરપુર, મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ૫૦ ગામના ગ્રામ્ય કક્ષાના પાણી પુરવઠાના ઓપરેટરની વાસ્મો દ્વારા વિરપુર આઇ. ટી.આઇ. ના સહયોગ થી દસ દિવસીય ટ્રેનિંગ આપવામાં આવી જેમાં પાણી વિતરણ વ્યવસ્થા કેવી રીતે ચલાવી શકાય ગામમાં થયેલ પાઇપ લાઇન માં લીકેજ નું સમારકામ કેવી રીતે કરી શકાય. જીવનમાં પાણી નું મહત્વ શું છે તેનો બગાડ કેવી રીતે અટકાવી શકાય વગેરે બાબતો ની વિસ્તૃત માહિતી સાથે તાલીમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિરપુર તાલુકા ની ૩૦ ગ્રામ પંચાયતો દ્વારા ગામ મા દરેક ઘર સુધી પાણી પહોંચે અને પાણી નો બગાડ ન થાય અને લાઈનોમા ભંગાણ થાય તો કઈ રીતે વહેલી તકે કાર્ય કરી શકાય તે હેતુ સર દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાંથી ગામનો સ્થાનિક વ્યક્તિની પસંદગી કરી ને આ ટ્રેનીંગમા મોકલવામાં આવ્યા હતા જેને વાસ્મો અને આઈ ટી આઇ દ્વારા એક બેચમા ૨૫ લોકો ને તેમ બે બેચ્ બનાવી અત્યાર સુધી ૫૦ લોકો ને દસ દિવસની ટ્રેનીંગ આપવામાં આવી હતી અને ટ્રેનીંગ પૂર્ણ કર્યા બાદ દરેક ને આ કામ મા વાપરતા પાના હથિયાર થી સજ્જ એક કિટ પણ આપવામાં આવી હતી.