Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિરપુર દેસાઈ સી એમ હાઈસ્કૂલ ખાતે આંખ તેમજ હાડકાંને લગતા રોગોનો મફત કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર ખાતે દેસાઈ સી એમ હાઈસ્કૂલ ખાતે મફત કેમ્પ યોજાયો હતો વિરપુર કેળવણી મંડળ વીરપુર સંચાલિત દેસાઈ સી.એમ. હાઈસ્કૂલ તથા ત્રિશા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ (અમદાવાદ ) ના સંયુક્ત ઉપક્રમે આંખ તથા હાડકાઓનો નીઃશુલ્ક (મફત નિદાન કેમ્પ) નું આયોજન કરવા માં આવ્યું ,કેમ્પમાં આવેલ દર્દીના હસ્તે દીપપ્રાગટ્ય કરાવી કેમ્પ નો શુભારંભ કરવામાં આવ્યો આ કેમ્પમાં ૨૦૦ થી વધુ લાભાર્થીઓ એ લાભ લીધો કેમ્પ માં ત્રિશા હોસ્પિટલ અમદાવાદ ના અગ્રગણ્ય ર્ડો અલ્પેશ પટેલ ની સેવાઓનો લાભ દર્દીઓને મફત મળતા ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં દેસાઈ સી એમ હાઈસ્કૂલના મંત્રી દિલીપભાઇ શુક્લ પ્રમુખ ભુપેન્દ્રભાઈ મહેતા શાળાના આચાર્ય કે બી પટેલ સહિત ત્રિશા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ડોક્ટરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers