સંસ્કાર વિદ્યાપીઠ વાપી છરવાડા દ્વારા શાનદાર એન્યુઅલ-ડેની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ) વાપી, વાપી છરવાડા સ્થિત મંજુબેન દાયમા મેમોરિયલ સંચાલિત સંસ્કાર વિદ્યાપીઠ દ્વારા વી.આઈ.એ. ઓડિટોરિયમમાં શાનદાર એન્યુઅલ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. વાર્ષિકોત્સવ કાર્યક્રમનો પ્રારંભ શાળાની બાળાઓ દ્વારા ગણેશ વંદનાથી પ્રારંભ થયો હતો. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અને મહેમાન તથા ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય સંસ્કાર વિદ્યાપીઠ ટ્રસ્ટના ચેરમેન બી.કે. દાયમાએ તેમની લાક્ષણિક છટાદાર શૈલીમાં આપ્યો હતો.
મુખ્ય અતિથિ તરીકે બરૂમાળ ધરમપુર ભાવભાવેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી પૂ.વિદ્યાનંદજી સરસ્વતિજીએ આર્શિવચન આપતા ઓમ શ્લોકના ઉચ્ચારણ અને સરસ્વતિ વંદના સાથે તેમણે મનનીય ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ઋષિ પરંપરા, વન શિક્ષણ એ આપણા ભારત વર્ષની સંપદા અને સંસ્કાર છે. આશ્રમ શાળામાં ૭૦૦ ઉપરાંત આદિવાસી બાળાઓ અભ્યાસ કરી રહી છે.
આ પ્રસંગે સંસ્કાર વિદ્યાપીઠના પ્રેરણા સ્રોત સ્વ.મંજુબેન દાયમાના જીવન કહાની અને સામાજીક જાહેર જીવનની ઝાંખી પણ રજૂ કરાઈ હતી. અન્ય અતિથિઓ વી.આઈ.એ. સેક્રેટરી- નોટિફાઈડ ચેરમેન- ભાજપ શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ, જાણીતા એડવોકેટ શ્રીમતી રશ્મિકાબેન મહેતા, રાજસ્થાન પ્રગતિ મંડળ પ્રમુખ શ્રી રાજેશ દુગ્ગર તથા છરવાડા ગ્રામ પંચાયતના સરપંચ યોગેશ પેટલ, તથા પૂર્વ પાલિકા પ્રમુખ ,ટ્રસ્ટ સેક્રેટરી વી.આર. પટેલ તથા પ્રિન્સિપાલ માધુરી તિવારી ઉપસ્થિત રહ્યા હતા.