Western Times News

Gujarati News

સુપ્રીમ કોર્ટે પવન ખેરા કેસમાં વચગાળાના જામીન કેમ આપ્યા? પોલીસે સમજવા જેવું?!

‘બંધારણ ની કલમ ૨૦ (૩) એક જ ગુનામાં એકથી વધુ સજા કરવા પર પ્રતિબંધ ફરમાવે છે’!

સુપ્રીમ કોર્ટે પવન ખેરા કેસમાં આસામ સરકારે લગાવેલી ઈપીકો કલમ ૧૩૫ બી, ૨૫૫ એ, ૫૯૫ એ, ૫૦૫ સહિતની કલમો છતાં વચગાળાના જામીન કેમ આપ્યા?! પોલીસે સમજવા જેવું?!

તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે બીજી બાજુની તસ્વીર ભારતની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ ની છે બીજી તસ્વીર એમ.આર.શાહ અને જસ્ટીસ પી.એસ.નરસિમ્હા ની છે

કોંગ્રેસ અગ્રણી શ્રી પવન ખેરા પર આસામ સરકારની પોલીસે કલમ ૧૫૩ એ, ૨૯૫ એ, ૫૦૫ એ, ૫૦૪ લગાવીને ધરપકડ કરતા આ મુદ્દો સુપ્રીમકોર્ટમાં જતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે સવાલ ઉઠાવ્યો છે કે આ કેસમાં ૧૫૩ એ હેઠળ કેસ કઈ રીતે બને?

અધિક સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટીએ દેશના વડાપ્રધાનને નામે ખુલાસો કર્યો પરંતુ સુપ્રીમકોર્ટના ન્યાયાધીશોના ગળે ઉતર્યો નહિ! અને આખરે કોંગ્રેસ અગ્રણી શ્રી પવન ખેરાને વચ્ચગાળાના જામીન સુપ્રીમકોર્ટે આપી દીધા એટલું જ નહીં દેશની રાજ્ય સરકારોની પોલીસને એ પણ ખબર પડતી નથી કે બંધારણની કલમ ૨૦(૨) અનુસાર એક જ ગુનાની એક થી વધુ એફઆઇઆર કરી, એકથી વધુ વાર સજા કરી શકાય નહીં!

સુપ્રીમકોર્ટ માં ચોકાવનારી હકીકત એ પણ બહાર આવી છે કે ૧૫૩ એ ત્યારે લાગે જ્યારે કોઈ ધર્મસ્થાન કે ભાષાને આધારે સાંપ્રદાયિક માહોલ બગાડવા પ્રયત્ન થાય! ઈપીકો કલમ ૨૯૫ એ ત્યારે લાગે જ્યારે એક જાતિ થી બિનજાતિ કે ધાર્મિક માન્યતા નું અપમાન થાય!

ઈપીકો કલમ ૫૦૫ એ ત્યારે લાગે જ્યારે જુદા જુદા વર્ગ વચ્ચે ઘૃણા પેદા થાય એવો પ્રયત્ન કરાય કાયદાના જાણકારો નો અભિપ્રાય એવો પણ છે કે ૫૦૪ શાંતિ ના ભંગ ના ઈરાદે અપમાન કરાય આ કેસમાં એફઆઈઆર સાથે જે કલમો લગાવી છે તેવો કોઈ ગુનો બન્યા નું કાયદાવિદો ને પણ જણાતું નથી

https://westerntimesnews.in/news/251679/chief-justice-soniaben-gokani-resolved-the-bars-questions-in-two-days-president-prithvi-singh-jadeja/

આથી આખરે સુપ્રીમકોર્ટનો શ્રી પવન ખેરાને વચગાળાના જામીન આપી દીધા છે અને હવે એક સાથે વધુ એફઆઇઆર કલબ કરી કોમ્બો કરી એક જ રાજ્યમાં કેસો ચલાવશે જાે આ કેસમાં ડિસ્ચાર્જ ની અરજી મુકાશે તો પણ કંઈક રસપ્રદ કાનૂની પરિણામ આવવાની શક્યતા નકારી શકાય નહીં! (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા કરિશ્મા ઠાકોર દ્વારા)

રાજકીય નેતાઓ બંધારણની કલમ ૧૯ (૧) દ્વારા અપાયેલા અભિવ્યક્તિ સ્વતંત્રનો દુરુપયોગ કરે છે! “૫૦ કરોડની ગર્લફ્રેન્ડ” નો ઉલ્લેખ?! કોંગ્રેસની કઈ વિધવાના ખાતામાં પૈસા જાય છે? નો ઉલ્લેખ, ત્યાર પછી પવન ખેરા જેવા નેતાઓના બયાનો પણ બરોબર નથી! ગાંધીને સરદારના દેશને કઈ તરફ લઈ જવાઈ રહ્યો છે?

સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડ, જસ્ટીસ એમ.આર.શાહ, જસ્ટીસ પી.એસ.નરસિમ્હા એ સુનાવણી કરી! હવે ત્રણ એફઆઇઆર ને ક્લબ- કોમ્બો કરી એક જ રાજ્યમાં ચલાવશે! શું કેસ ડિસ્ચાર્જ થવાની સંભાવના છે?!

સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી મધોલકરે કહ્યું છે કે “ભારતના બંધારણનું ‘આમુખ’ તે ચોક્કસથી લક્ષ બિંદુઓ તાકે છે, બંધારણના ઘડવૈયાઓ એ તેને ખાસ મહત્વનું માન્યું હતું આમ આમુખ બંધારણના વ્યાપક લક્ષણોનો સાર હતું”!! જ્યારે ભારતની સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી હિદાયતુલ્લા એ કહ્યું છે કે “બંધારણનું આમુખ જે સિદ્ધાંતો અનુસાર સરકારે કામગીરી બજાવવાની છે

તે સિદ્ધાંતનો સાર વ્યક્ત કરે છે, ‘આમુખ’ બંધારણનો શાશ્વત અને અપરિવર્તનશીલ ‘આત્મા’ હતું રાષ્ટ્ર જીવનમાં અમુક મૂળભૂત બાબતોમાં રહેલી આપણી શ્રદ્ધા અને માન્યતાની ઘોષણા આપણા બંધારણનો આમુખ કરે છે તે ધોરણથી આપણે ચલિત નહીં થઈએ અને તે નિર્ધારથી આપણે ડગીશું નહીં”!!

ભારતનું બંધારણ એ દેશનો સાર્વભૌમત્વ અભિવ્યક્ત કરતો કાયદાનો સર્વોચ્ચ સિદ્ધાંત છે દેશના બંધારણનો અભ્યાસ કર્યા વગર કેટલાક નેતાઓ દેશ ચલાવી રહ્યા છે! પરંતુ શરમજનક બાબત એ છે કે કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવાની જવાબદારી જેમના માથે છે

એવા પોલીસ અધિકારીઓને પણ દેશના બંધારણના સિદ્ધાંતોનો ખ્યાલ નથી પરિણામે દેશમાં લોકશાહી મૂલ્યોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે અને આવી ઘટના અનેક રાજ્યો બની રહી છે! પરિણામે હાઇકોર્ટો અને સુપ્રીમકોર્ટે ત્વરિત હસ્તક્ષેપ કરવો પડે છે કોંગ્રેસ નેતા પવન ખેરાએ વચગાળાના જામીન આપ્યા આપી દીધા એ તેનો બોલતો પુરાવો છે!

સુપ્રીમકોર્ટે કોંગ્રેસ અગ્રણી પવન ખેરાને આસામ પોલીસે લગાવેલી કલમ ૧૩૫(૧), ૨૯૫ એ, ૫૦૫ એ, ૫૦૪ છતા વચગાળા જામીન આપતા સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે શું અવલોકન કર્યું?!

વિલસન મીજરન નામના વિચારકે કહ્યું છે કે “ઉપર ચડતી વખતે લોકો સાથે સારો વ્યવહાર રાખો કારણ કે નીચે આવતી વખતે એ જ તમને પાછા મળશે”!! ભારત દેશના લોકોને બંધારણની કલમ ૧૯(૧) હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતા મળી છે પરંતુ રાજકીય પક્ષોના અગ્રણીઓ

એ પછી એ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હોય, કોંગ્રેસના અગ્રણી શ્રી રાહુલ ગાંધી હોય કે આમ આદમી પાર્ટીના કેજરીવાલ હોય તેમના રાજકીય ભાષણોમાં સંયમ રાખવો જાેઈએ જેથી ભારતીય સંસ્કૃતિ લજવાય નહીં અને રાજકીય વૈમનસ્ય પેદા ન થાય કોંગ્રેસ અગ્રણી શ્રી પવન ખેરા એ પણ ચતુરાઈ પૂર્વક વાણીવિલાસ કર્યો એ તેમની ભૂલ હતી જ્યારે તેના ઉપર આસામ સરકારે એફઆઇઆર રજીસ્ટર કરીને એ ભૂલ કરી છે

તેમની બલીસતા તથા ભૂલ સુપ્રીમકોર્ટમાં જ બહાર આવી ગઈ?! પોલીસ અધિકારીઓ દેશનું બંધારણ જાણતા જ નથી અને ખુદ ઇપીકો કલમ લગાવે છે તે પણ ભૂલ ભરેલી હોય છે?! જેને લઈને અદાલતોમાં કેસોનો ભરાવો થાય છે શ્રી પવન ખેરા સામે લગાવેલી કલમ હાસ્યાસ્પદ છે સરકાર પણ અનઘડ સાબિત થઈ તેના પર રાજકીય નેતાઓ એ વિચાર કરવો જાેઈએ!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.