કેનેડામાં વીડિયો એપ TikTok પર લાગ્યો પ્રતિબંધ
નવી દિલ્હી, કેનેડાની જસ્ટિન ટ્રૂડો સરકારે શોર્ટ-ફોર્મ વીડિયો એપ્લિકેશન ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો છે. વીડિયો એપ ટીકટોકને સત્તાવાર ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી બ્લોક કરી દેવામાં આવી છે. કેનેડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ મંગળવાર (૨૮ ફેબ્રુઆરી)થી લાગુ થશે.
ટીકટોક એપ્લિકેશન સરકાર દ્વારા જાહેર કરાયેલ મોબાઇલ ઉપકરણોમાંથી દૂર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેનેડા સરકારે સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લીધો છે. Video app TikTok banned in Canada
CNNના એક રિપોર્ટ અનુસાર, કેનેડાની સરકારે શોર્ટ-ફોર્મ વીડિયો એપ ટીકટોકને ઓફિશિયલ ઈલેક્ટ્રોનિક ડિવાઈસથી બ્લોક કરી દીધી છે. સરકારે સાયબર સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને શોર્ટ-ફોર્મ વિડિયો એપ્સ પર પ્રતિબંધોની જાહેરાત કરી છે.
My statement announcing a ban on the use of TikTok on Government of Canada mobile devices. pic.twitter.com/X8Zfuyz5p4
— Mona Fortier 🇨🇦 (@MonaFortier) February 27, 2023
ચીફ ઇન્ફોર્મેશન ઓફિસરે ચેતવણી આપી છે કે ટિકટોકની ડેટા કલેક્શન મેથડ ફોનના કન્ટેન્ટને એક્સેસ આપે છે. કેનેડા સચિવાલયના ટ્રેઝરી બોર્ડના નિવેદન અનુસાર સરકાર દ્વારા જાહેર કરાયેલા ઉપકરણોને ટીકટોક ડાઉનલોડ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે અને એપ્લિકેશનના હાલના ઇન્સ્ટોલેશનને દૂર કરવામાં આવશે.
TikTokની સમીક્ષા બાદ કેનેડાના મુખ્ય માહિતી અધિકારીએ નક્કી કર્યું કે તે ગોપનીયતા અને સુરક્ષા માટે જાેખમનું અસ્વીકાર્ય સ્તર રજૂ કરે છે.
US દ્વારા TikTokને લઈને સમાન પગલા લેવામાં આવ્યા હતા. આ પછી યુરોપિયન કમિશને ગયા અઠવાડિયે તેના ઉપકરણોમાંથી ટીકટોક એપ પર પ્રતિબંધ મૂક્યો હતો.
અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી હતી કે ચીન સરકાર ટિકટોક યુઝર્સને અંગત માહિતી સોંપવા દબાણ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટિકટોકના પ્રવક્તાએ કેનેડાના ર્નિણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. પ્રવક્તાએ કહ્યું કે આ ર્નિણય કોઈ ચોક્કસ સુરક્ષા ચિંતાઓને ટાંક્યા વિના અથવા કંપની સાથે પરામર્શ કર્યા વિના લેવામાં આવ્યો હતો.SS1MS