Western Times News

Gujarati News

Air Indiaની ફ્લાઈટમાં પીરસવામાં આવતા ખોરાકમાં કીડા નીકળ્યા

પ્રતિકાત્મક

નવી દિલ્હી, Air Indiaને Tata Group એક મહિના પહેલા જ ખરીદી હતી ત્યારે એક થોડા સમય પહેલા જ એક શર્મનાક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક દારુ પીધેલા મુસાફરે એક મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો.

આ કિસ્સા બાદ Air India પર અનેક લોકોએ ફિટકાર વરસાવી હતી. એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યૂટિવ કૈંપબેલ વિલ્સને જણાવ્યુ હતુ કે, કંપની આ ઘટના પરથી અમે ખૂબ શીખી છે. ત્યારે હાલમાં જ મુંબઈથી ચેન્નાઈ જઈ રહેલી ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં બેસેલા એક મુસાફરે એક વીડિયો શેર કર્યો હતો.

Worms appeared in the food served on an Air India flight

આ વીડિયોમાં આ મુસાફરે દર્શાવ્યુ હતુ કે, ફ્લાઈટમાં પીરસવામાં આવેલા ભોજનમાં કીડા નીકળ્યા હતા. એર ઈન્ડિયાએ હાલમાં જ ૪૭૦ વિમાનનો ઓર્ડર કર્યો છે ત્યારે હાલમાં જ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આપવામાં આવતી સેવા અંગે અનેક ફરિયાદો થઈ રહી છે.

એર ઈન્ડિયામાં મુસાફરી કરી રહેલા મહાવીર જૈન નામના મુસાફરે ટિ્‌વટ કર્યુ હતુ જેમાં તેણે જણાવ્યુ હતુ કે, એરઈન્ડિયામાં બિઝનેસ ક્લાસમાં પીરસવામાં આવતા ભોજનમાંથી કીડા નીકળ્યા છે. મને એવુ લાગે છે કે, ફ્લાઈટમાં આપવામાં આવતી સેવામાં કોઈ સ્વચ્છતા પર ધ્યાન આપતુ નથી. હું મુંબઈથી ચૈન્નાઈ ટ્રાવેલ કરતો હતો અને મારી સીટ ૨ઝ્ર હતી.

આ ટિ્‌વટના જવાબમાં એર ઈન્ડિયાએ જવાબ આપ્યો હતો કે, અમને આ અંગે દુઃખ છે, અમે તમારી ટિ્‌વટની નોંધ લીધી છે. અમે સ્વચ્છતાના દરેક નિયમોનું પાલન કરીએ છીએ. શું તમે અમને તમારી ફ્લાઈટનો નંબર, તારીખ અને સીટ નંબર અમને ડ્ઢસ્ કરી શકો છો? અમે આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરીશું.

અગાઉ આ થોડા દિવસોમાં બે ફરિયાદ સામે આવી હતી, જેમાં એક ભારતીય રાજદ્વારીએ ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર એરલાઇનના બિઝનેસ ક્લાસ લાઉન્જમાં નબળી સુવિધાનો આક્ષેપ કર્યો હતો.

જ્યારે, સોમવારે પ્રખ્યાત શેફ સંજીવ કપૂરે નાગપુરથી મુંબઈની ફ્લાઈટમાં અસંતોષકારક ભોજન પીરસ્યા બાદ એર ઈન્ડિયા પર નિશાન સાધ્યું હતું. સંજ્ય કપૂરે ટિ્‌વટમાં લખ્યુ હતુ કે, ”જાગો એર ઈન્ડિયા, નાગપુર-મુંબઈ ફ્લાઈટ ૦૭૪૦. ઠંડુ ચિકન અને તરબૂચ, કાકડી, ટામેટુ અને સેવ સેન્ડવિચની સાથે માયો શુગર સિરપ સ્પંજની સાથે કાપેલી કોબી અને તેની સાથે પીળી રંગે રંગેલી મીઠીક્રીમ” ટિ્‌વટમાં તેમણે લખ્યુ કે, ખરેખર, શું ભારતીયોઓ નાસ્તામાં આ જ ખાવાનું છે.

SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.