Pakistan:પાકિસ્તાનમાં મોંઘવારીએ તોડી નાખી જનતાની કમર
ઈસ્લામાબાદ, પાકિસ્તાનઃ ભૂખ્યા પેટે સૂઈ જવું એ કોઈના માટે પણ સરળ નથી હોતું. એક વાર તમે જાે ખાલી પેટે સૂઈ પણ જાવ, પરંતુ બાળકો ભૂખના કારણે રડી રહ્યો હોય તો મા-બાપ અંદરથી તૂટી જાય છે. કંઈક આવું જ આ સમયે પાકિસ્તાનમાં જાેવા મળી રહ્યું છે. પાકિસ્તાનમાં મોંઘવારી એવી માજા મૂકી છે કે લોકોનું જીવતર ઝેર બની ગયુ છે. લોકો સમજી રહ્યા નથી કે તેઓ જમવાનું જમે કે પછી પોતાના જરુરી બિલ ભરે. પાકિસ્તાનમાં દૂધ, લોટ, મીટનો ભાવ લગભગ બે ગણો થઈ ચૂક્યો છે. અનેક લોકોએ કહ્યું કે, મીટ હવે માત્ર બકરી ઈદ પર જ ખાઈ શકાશે કે પછી કોઈ આપે તો જ ખવાય છે.
વર્તમાન સમયમાં મોંઘવારીની પાછળ સૌથી મોટુ કારણ પૂરને ગણવામાં આવી રહ્યું છે. પૂરના કારણે પાકિસ્તાનનો લગભગ એક તૃત્યાંશ ભાગ ડૂબી ગયો હતો. જેના કારણે પાકિસ્તાનામં મોટા પાયે પાક નિષ્ફળ થયા હતા. પાકિસ્તાનમાં લોટ હવે ગરીબ વ્યક્તિની પહોંચથી પણ દૂર થઈ ગયો છે. પાકિસ્તાનમાં અનેક જગ્યાએ લોટનો ભાગ રુપિયા ૨૦૦૦ પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. પાકિસ્તાનમાં લોટ સિવાય ચોખાની પણ કમી જાેવા મળી રહી છે. ખરેખરમાં જ્યારે પાકિસ્તાનમાં પૂર આવ્યું ત્યારે અનાજની સિઝન હતી. આ કારણે પાકિસ્તાનમાં પાક નિષ્ફળ રહ્યો.
બાસમતી ચોખા જે ચાર વર્ષ પહેલાં ૮૦ રુપિયા કિલો હતા તે ભાવ હવે ૧૫૦ રુપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં ચિકનનો ભાવ વધતો જ જાય છે. પાકિસ્તાનમાં ચિકનનો ભાવ ચાર વર્ષ પહેલાંની સરખામણીએ ૧૭૦ રુપિયાથી ૩૭૪ રુપિયા પર પહોંચી ગયો છે. અનેક વિસ્તારોમાં ચિકનનો ભાવ રુપિયા ૭૦૦ પણ છે. બોનલેસ ચિકનની વાત કરીએ તો ભાવ ૧૧૦૦ રુપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે.
ઈંડા કે જે વર્ષ ૨૦૨૦માં ૧૨૯ રુપિયા હતા તેનો ભાવ હવે બે ગણો થઈ ગયો છે. પાકિસ્તાનમાં હવે એક ટ્રે ઈંડાનો ભાવ ૩૮૫એ પહોંચ્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ પણ વધી ગયો છે. પાકિસ્તાનમાં ૨૦૨૦માં એક લીટર પેટ્રોલની કિંમત ૧૧૮ રુપિયા હતી, પણ હવે આ ભાવે ૨૧૫એ પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં લગભગ દરેક ખાવાપીવાની ચીજવસ્તુઓનાં ભાવ આસમાને પહોંચ્યા છે. આ દરમિયાન ડુંગળીના ભાવ પણ વધ્યા છે. પાકિસ્તાનમાં ૨૦૨૦માં ડુંગળીનો ભાવ ૬૦ રુપિયા પ્રતિ કિલો હતો અને હાલ તે ભાવ ૨૩૧ રુપિયાએ પહોંચી ગયો છે. SS3.PG