Western Times News

Gujarati News

L&T ટ્રસ્ટે નવસારીમાં વાંસદાના ચોંઢા ગામમાં કન્યા છાત્રાલયનું નિર્માણ કર્યું

કન્યા છાત્રાલય, ગ્રામપંચાયત અને સામુદાયિક હોલનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના માનનીય જનજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ એન હળપતિએ કર્યું

નવસારી, અગ્રણી ઇપીસી, હાઇ-ટેક ઉત્પાદન અને સેવાઓમાં ભારતમાં અગ્રણી અને સક્રિય જૂથ લાર્સન એન્ડ ટૂબ્રોની કંપની એલએન્ડટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ (એલટીપીસીટી)એ  ગુજરાતના નવસારીમાં વાંસદાના ચોંઢા ગામમાં ‘રાજમાતા જિજાબાઈ કન્યા છાત્રાલય’, ગ્રામપંચાયત અને સામુદાયિક હોલના ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી. Inuaguration of Girls Hostel and Gram Panchayat Community Hall at Vansada Navsari Gujarat.

કન્યા છાત્રાલય, ગ્રામપંચાયત અને સામુદાયિક હોલનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના જનજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ મંત્રી માનનીય શ્રી કુંવરજીભાઈ એન હળપતિએ કર્યું હતું. આ પ્રસંગે એલટીપીસીટીના ટ્રસ્ટીઓ શ્રી અતિક દેસાઈ અને શ્રી કે રામક્રિષ્નન ઉપસ્થિત હતા.

છાત્રાલય નવસારીના વંચિત જનજાતિ સમુદાયોમાંથી કન્યાઓ અને મહિલાઓને જીવનની અનુકૂળ અને સંગઠિત સુવિધાઓ પ્રદાન કરશે, જેથી તેમનું શિક્ષણ જળવાઈ રહે અને તેમની કારકિર્દીમાં આગેકૂચ ચાલતી રહે. આ છાત્રાલય 120 વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા ધરાવે છે.

આ પ્રસંગે એલટીપીસીટીના પ્રવક્તાએ કહ્યું હતું કેઃ “એલટીપીસીટીમાં અમે સમાજના સર્વાંગી વિકાસ માટે અને સમાજના વંચિત સમુદાયોને સક્ષમ બનાવવાના ઉદ્દેશ સાથે વિવિધ પહેલોને પ્રોત્સાહન આપવા સતત પ્રયાસ કરીએ છીએ. આ ડેવલપમેન્ટ સાથે અમે આ મહત્વપૂર્ણ સામાજિક જરૂરિયાતો પૂરી કરવા ઇચ્છીએ છીએ –

જનજાતિ સમુદાયને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવું, લિંગભેદ દૂર કરવો અને એ માટે માળખાગત સુવિધાઓ ઊભી કરવી. છાત્રાલય હજારો કન્યાઓને શિક્ષણની સુલભતા આપશે

અને સર્વાંગી વૃદ્ધિ તરફ દોરી જતી તેમની કારકિર્દી બનાવવામાં મદદ કરશે. નવવિકસિત ગ્રામપંચાયત અને સામુદાયિક હોલ નવસારીના સ્થાનિક લોકોની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો પણ પૂર્ણ કરવા કામ કરશે.”

ટ્રસ્ટનું મિશન શિક્ષણ, હેલ્થકેર, કૌશલ્ય નિર્માણ અને જળસંસાધન વિકાસ મારફતે પ્રકૃતિનું સંરક્ષણ કરીને સમુદાયો અને વ્યક્તિને સક્ષમ બનાવીને સતત અને સમાન સમાજનું નિર્માણ કરવાનું છે.

ટ્રસ્ટે વડોદરા અને સુરતમાં હેલ્થ એન્ડ ડાયાલીસિસ સેન્ટર, વાંસદા અને આહવામાં મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ પ્રોજેક્ટ, ચોંઢા સ્કૂલમાં આંગણવાડીઓ, સાયન્સ એન્ડ કમ્પ્યુટર લેબ્સ, અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા ઉર્મિ સાયન્સ સેન્ટર એન્ડ કૌશલ્ય નિર્માણ જેવી સુવિધાઓ ઊભી કરી છે. આ રીતે ટ્રસ્ટ સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો અને પહેલો હાથ ધરીને આ અભિયાન પાર પડવા કામ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.