Western Times News

Gujarati News

Weather : 1901 પછી IMD રેકોર્ડમાં સૌથી ગરમ રહ્યો ફેબ્રુઆરી

નવી દિલ્હી, ફેબ્રુઆરી મહિનામાં જ લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે 1901 બાદ ભારતમાં સૌથી વધુ ગરમ ફેબ્રુઆરી મહિનો રહ્યો હતો. ભારતના અનેક રાજ્યોમાં મંગળવારે વધારે ગરમી જાેવા મળી હતી. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધે એવી પણ શક્યતા રહેલી છે. February was the hottest in the IMD record after 1901

ઉત્તર પશ્ચિમ ભારતમાં રેકોર્ડ કરવામાં આવેલામાં ફેબ્રુઆરી સૌથી ગરમ રહ્યો હતો. જેમાં દિવસનું સરેરાશ તાપમાન સામાન્ય કરતા ૩.૪ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. જ્યારે મધ્ય ભારતમાં સૌથી ગરમ ફેબ્રુઆરી નોંધાયો હતો, જેમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૨ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું.

ઉનાળાની આગાહી કરતા આઈએમડીએ જણાવ્યું હતું કે, દિલ્હી એનસીઆર સહિત ઉત્તર પૂર્વ, પૂર્વ, મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની ધારણા છે.

આ સિઝનમાં ગયા વર્ષની સરખામણીએ વધુ ગરમીના દિવસો જાેવા મળી શકે છે. જાે કે, દક્ષિણ દ્વીપકલ્પ અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળાના સામાન્ય તાપમાનનો સામનો કરવાની અપેક્ષા છે. આઈએમડીએ પોતાની આગાહીમાં જણાવ્યું કે, માર્ચથી મે મહિના દરમિયાન મધ્ય અને આસપાસના ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાંક વિસ્તારોમાં હિટવેવની વધારે સંભાવના છે.

આઈએમડીના વૈજ્ઞાનિક એસસી ભાને જણાવ્યું કે, આખુ વિશ્વ જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગના યુગમાં જીવી રહ્યું છે. તેમ છતાં આબોહવા પરિવર્તનની સીધી લિંક સામાન્ય રીતે નિદાનની બાબત છે. તે ગ્લોબલ વોર્મિંગના કારણે આબોહવા પરિવર્તનનો ભાગ હોઈ શકે અને ના પણ હોઈ શકે.

ખેતી પર ઉચ્ચ તાપમાનની અસર અંગે આઈએમડીની હાઈડ્રોમેટ અને એગ્રોમેટ સલાહકાર સેવાઓના પ્રમુખ ભાને જણાવ્યું કે, જાે કે, કૃષિ મંત્રાલય પ્રતિકુળ હવામાનની સ્થિતિમાં વિસ્તાર સેવાઓ અને ખેડૂતોને સમર્થન આપવા માટે તૈયાર છે, પરંતુ અત્યાર સુધીમાં ખેતીની કામગીરી પર તાપમાનના પ્રતિકુળ પ્રભાવનો કોઈ રિપોર્ટ નથી.

જાે કે, આઈએમડીના અલ નીનો સધર્ન ઓસિલેશન પરિસ્થિતિઓની અનિશ્ચિતતાને કારણે આ વર્ષના ચોમાસા પર આ સમયે અનુમાન નહીં લગાવવાનું પસંદ કર્યુ હતું. જેને લઈને એપ્રિલ મહિનામાં તસવીર સ્પષ્ટ થઈ જશે, એવું લા નીનાએ જણાવ્યું હતું. વિષુવવૃતીય પેસિફિક પ્રદેશમાં હાલામં સ્થિતિ પ્રવર્તી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.