Western Times News

Gujarati News

Pakistan Economy: મોંઘવારીએ તોડ્યો ૫૦ વર્ષનો રેકોર્ડ

ઈસ્લામાબાદ, Pakistanમાં આર્થિક સંકટ અને વધતી મોંઘવારી સામે લોકો વિરોધ કરી રહ્યા છે. હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે, નવા પરણેલા યુગલ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. Inflation in Pakistan breaks 50-year record

તાજેતરમાં જ આવો મામલો જાેવા મળ્યો છે. સિંધના નવાબશાહ જિલ્લામાં એક વરરાજા અને દુલ્હનએ આસમાનને સ્પર્શી રહેલી મોંઘવારી સામે પોતાનો વિરોધ નોંધાવ્યો.

પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે તેમણે એક અનોખી રીત અપનાવી હતી. લગ્નના બંધનમાં બંધાયા બાદ ઘરે જતી વખતે વધતી મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કર્યું. વરરાજા યાસિર બારો અને દુલ્હન ડો. સહરીશે જાનૈયાઓની સાથે મોંઘવારી સામે નારા લગાવ્યા.

સહરીશએ જણાવ્યું કે, તેમના પતિએ મોંઘવારી સામે પ્રદર્શન કરવા કહ્યું હતું. આ અનોખા પ્રદર્શનનો વિડીયો હવે પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં જાેવા મળી રહ્યું છે કે, યાસિર અને સહરીશ વર-વધૂના કપડાંમાં છે અને નારા લગાવી રહ્યા છે.

યાસિરે જણાવ્યું કે, આ વિરોધ પૂર્વ આયોજિત ન હતો, પરંતુ ઘરે જતી વખતે તેમના મગજમાં એવો વિચાર આવ્યો કે, આવું કરી શકાય છે. તેમણે પોતાના મિત્રોને આ અંગે જણાવ્યું, તે પછી તેઓ તૈયાર થઈ ગયા. આ પ્રદર્શન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે બુધવારે પાકિસ્તાનમાં ફુગાવા પર નજર રાખતો કસ્ટમર પ્રાઈસ ઈન્ડેક્સ ૩૧.૫ ટકા સુધી પહોંચી ગયો.

પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે કહ્યું કે, ફેબ્રુઆરીમાં મોંઘવારી ૫૦ વર્ષમાં પોતાના ઉચ્ચતમ સ્તર પર છે. દેશમાં ખાવા-પીવાની અને પરિવહનની કિંમતોમાં ૪૫ ટકાથી વધુનો વધારો થઈ ચૂક્યો છે. ફેબ્રુઆરીમાં ફુગાવો જાન્યુઆરીની સરખામણીમાં ૪.૩ ટકા વધ્યો છે.

ખાવા-પીવાની વસ્તુઓના ભાવ ગત વર્ષની સરખામણીએ લગભગ ૪૫ ટકા વધી ગયા છે. પાકિસ્તાનમાં નશાની વસ્તુઓ જેમ કે દારુ અને તંબાકૂની કિંમતો ૪૭.૯ ટકા વધી ચૂકી છે. હકીકતમાં, મોંઘવારીનું સૌથી મોટું કારણ હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની શરતો બની ગઈ છે.

પાકિસ્તાનને આઈએમએફ ફંડની જરૂર છે. પરંતુ, ફંડ મેળવવા માટે પાકિસ્તાને ઘણી શરતો માનવી પડી રહી છે. તેમાં સૌથી ખાસ સબસિડીને બંધ કરવી અને ટેક્સ વધારવો છે, જેના કારણે દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે. પરંતુ, તજજ્ઞોનું કહેવું છે કે, હજુ પણ પાકિસ્તાન પોતાની સૌથી ખરાબ સ્થિતિમાં નથી પહોંચ્યું. માર્ચમાં જેમ-જેમ રમજાન નજીક આવશે મોંઘવારી વધશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.