Western Times News

Gujarati News

Ahmedabad BMW Car Accident: અંધાધૂંધ સ્પીડમાં જતી કારે દંપતીને લીધા અડફેટે

અમદાવાદ, શહેરમાં ફરીથી અંધાધૂંધ કાર ચલાવવાની લ્હાયમાં અકસ્માત સર્જાયો છે. શહેરના સિમ્સ હોસ્પિટલ નજીક BMW કાર ચાલકે દંપતીને અડફેટે લીધું હતુ. આ કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. રોડની એક બાજુમાં ચલાતા દંપતીને કાર ચાલકે અડફેટે લીધા છે.

Ahmedabad BMW Car Accident: A couple was hit by a speeding car

જે બાદ કાર ચાલક ગભરાઇ જતા દોઢ કિલોમીટર આગળ કાર મુકીને ફરાર થઇ ગયો છે.આ કારની અંદરથી તપાસ કરતા, કારમાંથી દારૂની બોટલો સાથે સોફ્ટ ડ્રિન્ક્‌સની બોટલો અને નાસ્તાના પેકેટ પણ મળી આવ્યા છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરની Cims Hospital થી Zydus Hospital જવાના ઓવેર બ્રિજ પર આ અકસ્માત સર્જાયો છે. જ્યાં BMW કાર ચાલકે દારૂના નશામાં પૂર ઝડપે ગાડી હંકારી હોવાની ચર્ચાએ જાેર પકડ્યુ છે. બ્રિજ પરથી સિમ્સ હોસ્પિટલ બાજૂ આવતા રોડની એક તરફ એક દંપતી ચાલતું જતું હતું.

આ દરમિયાન તેઓને અડફેટે લીધું હતું. આ કારમાંથી Satyam sharma નામના વ્યક્તિના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. સોલા પોલીસે કાર માલિક સામે ગુનો દાખલ કર્યો છે. આ સાથે કારમાંથી દારૂની બોટલ મળી આવતા અન્ય એક ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

આ કાર ૨૦૦ની આસપાસની સ્પીડમાં જવાની આશંકા છે. પોલીસને આ કાર સોલા ભાગવત પાસેની અવાવરું જગ્યામાંથી મળી આવી હતી.

જેના આગળના કાંચ પર અશોકસ્તંભ સાથે ભારતનો ધ્વજ પણ જાેવા મળ્યો હતો. આ ઉપરાંત ગાડીમાં દારૂની બોટલ, નાસ્તાના પડીકા અને ખાલી પાણીની બોટલો મળી આવી હતી. હાલમાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને ફરાર કાર ચાલકની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. હાલ પોલીસે કારને કબજે લઇ લીધી છે અને ફરાર કાર ચાલકની શોધ આદરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.