Western Times News

Gujarati News

મોબાઈલના સીમકાર્ડના ખરીદ-વેચાણ કરતાં પહેલાં જાણી લો આ માહિતી

અમદાવાદ શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ઇસમો, પોતાના આર્થિક ફાયદા માટે મોબાઇલ સીમકાર્ડનો દુર ઉપયોગ કરીને લોકોની સાથે છેતરપિંડી, મોબાઇલ ફોન ચોરી તેમજ મિલકત સબંધી તથા અન્ય કિસ્સામાં શરીર સબંધી ગુનાઓમાં મોબાઇલ સીમકાર્ડનો દુર ઉંપયોગ કરીને ધાક ધમકી આપતા હોવાના ઘણા ગુનાઓ દાખલ થયેલ છે. Know this information before selling-buying a mobile SIM card

દિન પ્રતિદિન મોબાઇલ ફોનના તથા ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા e-કોમર્સનું ચલણ વધી રહ્યું છે. સાયબર સબંધિત ગુનાઓના કામે મોટા ભાગના સીમકાર્ડ ખોટા નામ સરનામાના આધારે મેળવી ગુન્હેગારો દેશના કોઇપણ ખુણે બેસીને અપરાધને અંજામ આપતા હોવાનું ધ્યાને આવેલ છે.

ઘણા ગુનાઓની કામગીરીમાં ગુનાહીત કૃત્ય દરમ્યાન મોબાઇલ ફોન હોવાનું પણ તપાસ એજન્સીઓની તપાસ દરમ્યાન ફલિત થયેલ છે. આથી મોબાઇલ ફોનના સીમકાર્ડના ખરીદ-વેચાણ દરમ્યાન યોગ્ય કાર્યરીતિનું પાલન થાય તે હેતુથી હું સંજય શ્રીવાસ્તવ, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઇન્ટ.) ગુ.રા.ગાંધીનગર મને મળેલ સત્તાની રૂએ નીચે મુજબનો હુકમ કરૂં છું.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર મોબાઇલ ફોનના સીમકાર્ડ લેતી વખતે ખરીદનાર વ્યક્તિના માન્ય ઓળખપત્ર તથા રહેઠાણના દસ્તાવેજો ડીસ્ટ્રીબ્યુટર/રીટેલર વિક્રેતાઓએ બરાબર ચકાસણી કરવી તથા તમામ પુરાવાઓની ઝેરોક્ષ રાખવી

અથવા ડિઝીટલ ફોર્મમા પુરાવાઓ રાખવા અને આ અંગેના ડીસ્ટ્રીબ્યુટર/રીટેલર દ્વારા ડિઝીટલ એક્ટિવેશન થકી KYC/O-KYC કરવામાં આવે છે જેની માહિતી દરેક ડીસ્ટ્રીબ્યુટર/રીટેલરે excel formatમાં રાખવાની રહેશે. ઉપરોક્ત જણાવેલ નામ-સરનામાની માહિતી excel formatમાં ત્રણ વર્ષ સુધી સાચવવાની રહેશે તથા

તેની હાર્ડકોપી કાઢીને રેકોર્ડમાં રાખવાની રહેશે. આ દરમિયાન data theft, data loss કે data corrupt ન થાય તે જોવાની જવાબદારી ડીસ્ટ્રીબ્યુટર/રીટેલરે વિક્રેતાની રહેશે અને ખરીદનાર વ્યક્તિના માન્ય ઓળખપત્ર તથા રહેઠાણના દસ્તાવેજોના પુરાવાની માહિતીનું રજીસ્ટર રાખવું અને તેની ઓળખ અંગેની ફરજિયાત નોંઘણી રજીસ્ટરો નિભાવીને કરવાની રહેશે. ઉપરોકત જણાવેલ તમામ માહિતી ત્રણ વર્ષ સુધી સાચવવાની રહેશે.

આ હુકમ તા.૨૮/૦૨/૨૦૨૩ના કલાક ૦૦/૦૦થી તા.૨૮/૦૪/૨૦૨૩ના કલાક ૨૪/૦૦ સુધી દિન-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈ પણ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

***


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.