ચટગાંવથી મસ્કત જતી ફ્લાઈટનું નાગપુરમાં ઈમર્જન્સી લેન્ડિંગ
નવી દિલ્હી, બાંગ્લાદેશના ચટગાંવથી ઓમાનના મસ્કત જઈ રહેલી સલામ એરની ફ્લાઈટનું બુધવારે મોડી રાત્રે નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાયલટે ફ્લાઈટના એન્જિનમાંથી ધુમાડો નીકળતો જાેયો હતો અને ત્યારબાદ નાગપુરમાં જ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં ૨૦૦ યાત્રીઓ અને સાત ક્રૂ મેમ્બર સવાર હતા. આ તમામ યાત્રીઓ સુરક્ષિત છે.
આ ફ્લાઈટ બાંગ્લાદેશના ચટગાંવથી ઓમાનની રાજધાની મસ્કત જઈ રહી હતી. જ્યારે એરક્રાફ્ટ ભારતીય હવાઈ ક્ષેત્રમાં હતું ત્યારે તેના એન્જિનમાંથી ધુમાડો નીકળતો જાેવા મળ્યો હતો. ત્યારબાદ ફ્લાઈટને નાગપુર એરપોર્ટ તરફ વાળવામાં આવી. એરપોર્ટના કર્મચારીઓએ પણ અગાઉથી તૈયારીઓ કરી લીધી હતી. આવી સ્થિતિમાં નાગપુર એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ અગાઉ ૨૦૨૧માં બાંગ્લાદેશી વિમાનના પાઈલટને હાર્ટ એટેક આવતાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સલામ એરનું લેન્ડિંગ બાંગ્લાદેશી ફ્લાઈટનું બીજુ મોટુ ઈમરજન્સી લેન્ડિંગ છે. SS2.PG