ખેડા જિલ્લા પંચાયતના એમડીઆર રોડને સ્ટેટમાં સમાવેશ કરવા માટે જિલ્લા પંચાયતની સભામાં ઠરાવ
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા પંચાયતની આજે અંતિમ ખાસ સામાન્ય સભા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના સભા હોલ માં મળી હતી આ સભામાં ખાસ કરીને એમડીઆર કક્ષાના જે રોડ જે જિલ્લા પંચાયતમાં આવતા હતા તેને સ્ટેટમાં તબદિલ કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે
ખેડા જિલ્લા પંચાયતની આજે અંતિમ ખાસ સામાન્ય સભા પંચાયતના સભા હોલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી આ સભામાં એજન્ડા મુજબના કામો લેવામાં આવ્યા હતા. ખાસ કરીને કામ નંબર છ માં એમડીઆર કક્ષાના એટલે કે જિલ્લા પંચાયત કક્ષાના ૧૦ ાદ્બ લાંબા રોડ ને સ્ટેટમાં સમાવેશ કરવા માટે એક ઠરાવ કરવામાં આવ્યો છે જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન ને જણાવ્યું હતું કે એમડીઆર કક્ષાના રોડ ને સ્ટેટમાં સમાવેસ કરવાથી પ્રજાને ફાયદો થાય તેમ છે કેમકે આ રોડ ત્રણ વર્ષમાં મરામત થાય છે જ્યારે જિલ્લા પંચાયતના રોડ નો વારો સાત વર્ષે આવે છે એટલે આ રોડોનો સમાવેશ કરવા માટે આજે ઠરાવ કરવામાં આવ્યો છે.. હાલમાં કપડવંજ પંથકના એમડીઆર રોડને સ્ટેટમાં સમાવેશ કરવા માટે ઠરાવ થયો છે
જિલ્લા પંચાયતના પ્રમુખ એ જિલ્લા પંચાયતના પાંચ વર્ષ પુરા થતા હોય આજે અંતિમ સામાન્ય સભામાં તમામ સભ્યોનો સહકાર બદલ આભાર માન્યો હતો. વિપક્ષે પર સારી ભૂમિકા ભજવી સાથ સહકાર આપી અને જિલ્લાના વિકાસમાં જે યોગદાન આપ્યું છે તેને પણ તેમણે બિરદાવ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટનો ખેડા જિલ્લામાં સૌથી સારો ઉપયોગ થયો હોવાનું રાજ્યના મુખ્યમંત્રીએ પણ સ્વીકાર કરી આ બાબતે વખાણ કર્યા છે તેનો જસ તમામ સભ્યોને જાય છે અત્રે નોંધનીય છે કે તારીખ ૧૭/ ૩/ ૨૦૨૩ ના રોજ જિલ્લા પંચાયતની મુદત પૂરી થાય છે ત્યારબાદ વહીવટદાર નિમાશે.