Western Times News

Gujarati News

હળવદની શાળામા ધો.૧૨ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ) હળવદ, હળવદ તાલુકાના મયુરનગર ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટેનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાઈ ગયો. બોર્ડની પરીક્ષાનો હાઉ દૂર થાય તે માટે તક્ષશિલા કોલેજના સંચાલક ડો. અલ્પેશ સિણોજીયાએ મોટીવેશન સ્પીચ આપી હતી.આ સાથે વિદ્યાર્થીઓએ પાઠ્‌યપુસ્તકને લગતા વરસાદી પાણીનો સંગ્રહ,રિયુઝ,રિસાઈકલ અને વન્ય પ્રાણી બચાવો જેવા પર્યાવરણને લગતા વિવિધ પ્રોજેકટ બનાવ્યા હતા, જે આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.જેમા ગઢવી અર્ચના,કવાડિયા પ્રિયાએ પ્રથમ નંબર મેળવ્યો હતો.

મોરવાડિયા દિપાલી અને જાડેજા પુષ્યપરાજના પ્રોજેકટનો બીજાે નંબર આવ્યો હતો. જ્યારે રાઠવા લીલા,કણજરિયા મોનિકા,શિરોયા રેખા,શિરોયા કિંજલ, રંગાડિયા સોનલ,કુરિયા સંજના, લકુમ વંદનાએ ત્રીજાે નંબર મેળવ્યો હતો.શાળાના આચાર્ય જયંતિ શંખેશ્વરિયાએ વક્તા ડો. અલ્પેશ સિણોજિયાને મોમેન્ટો આપી સન્માન કર્યું હતુ. કણઝરિયા કોમલબેને આભારવિધિ કરી હતી.કાર્યક્રમનુ આયોજન ડો. મહેશ પટેલ, નરેન્દ્ર બારિઆ અને કવાડિયા ક્રિષ્નાએ કર્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.