વાપીની પ્રખ્યાત શ્રેયસ મેડીકેર જનસેવા હોસ્પિટલમાં આધુનિક મેમોગ્રાફી વિભાગનું લોકાર્પણ
(પ્રતિનિધિ)વાપી, વાપી ની પ્રખ્યાત શ્રેયસ મેડીકેર હોસ્પિટલમાં હૂબર ગ્રુપના સહયોગથી હવે આધુનિક મેમોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ થશે, જેના દ્વારા વાપી તથા આસપાસના વિસ્તાર ના લોકોને લાભ થશે.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી. સુરેશ કાર્લા (મૅનેજિંગ ડાઇરેક્ટર ઇંડિયાતથા પ્રેસીડેન્ટ ઍશિયા – હૂબર ગ્રૂપ) તથા ડૉ. કે. પી. પટેલ (ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફીસર – વલસાડ.) તથા ડૉ. સંજય વંશ (મેડિકલ સુપેરીનટેન્ડેન્ટ – ઈ.ઍસ.આઇ.સી. હોસ્પિટલ વાપી), શ્રી. સંદીપ ભંડારી (સી. ઍફ. ઑ. – હૂબર ગ્રૂપ) ને પણ અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, તેમજ શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પીટલના શ્રી નિમેશભાઈ વશી (પ્રમુખ), શ્રી. સુરેખભાઈ દેસાઈ (મેનેજિંગ ટ્રસ્ટી) અને જનસેવા મંડળના શ્રી નીતિનભાઈ મહેતા (પ્રમુખ) અને શ્રી હેમંતભાઈ દેસાઈ (સેક્રેટરી) પણ મંચ પર હાજર રહ્યા હતા.
કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી. સુરેશ કાર્લા( મૅનેજિંગ ડાઇરેક્ટર ઇંડિયા તથા પ્રેસીડેન્ટ ઍશિયા- હૂબર ગ્રૂપ) દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રેસ્ટ કેન્સરના સમયસર નિદાન કરવામાં આવે તે માટે વર્લ્ડ વૂમન્સ ડે નિમિતે તા. ૧લી માર્ચ થી ૧૫મી માર્ચ સુધી મફત મૅમોગ્રાફી તપાસનુ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ ૬૦૦ રૂ. ના નજીવા શુલ્ક સાથે બ્રેસ્ટ કેન્સરના નિદાન ની સુવિધા ઉપલબ્ધ કરવામા આવશે.
આ પ્રસંગે શ્રી. સુરેશ કાર્લા જણાવ્યું હતું કે જનસેવા હોસ્પિટલ વર્ષોથી જન સેવાના કાર્યો કરી રહી છે. હોસ્પિટલ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા આરોગ્યક્ષેત્રે અનેક આયામો સર કર્યા છે અને વધુ એકવાર બ્રેસ્ટ કેન્સર દર્દીઓને સમયસર નિદાન થાય અને જરૂરિયાતમંદ લોકોને નજીવા શુલ્ક મા આ સુવિધા મદદરૂપ થશે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. તથા તેમણે આશ્વસ્ત કરતા જણાવ્યુકે ભવિષ્યમાં પણ ઠૂંબર ગ્રુપ દ્વારા શ્રેયસ મેડીકેરજનસેવા હોસ્પિટલને આધુનિકારણામા વખતો વખત મદદરૂપ થશુ.
ડૉ. કે પી પટેલઍ બ્રેસ્ટ કૅન્સરની આ મૅમોગ્રાફી તપાસને આયુષ્માન ભારત યોજનામા શામેલ કરવાની પહેલ કરવાની ખાતરી આપી છે. તથા ડૉ. સંજય વંશ દ્વારા હોસ્પિટલ ની સુવિધા તથા આરોગ્ય ક્ષેત્રની કામગીરીને બિરદાવતા તેમના અનુભવનુ વર્ણન કર્યું. વધૂમા ડૉ. લોકેશ ઠક્કર (મેડિકલ સૂપરિનટેન્ડન્ટ- શ્રેયસ મેડીકર જનસેવા હોસ્પિટલ) ઍ જણાવ્યુ કે બ્રેસ્ટ કૅન્સર મહિલાઑમા થતી અસામાન્ય બિમારી છે જે નુ સમયસર નિદાન જરૂરી છે. તથા બ્રેસ્ટ કૅન્સર વિષે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રમુખ શ્રી નિમેષભાઈ વશીએ તમામ સમુદાયો માટે ખૂબ જ નજીવા ખર્ચે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવાના હોસ્પિટલના ઉદ્દેશ્ય વિશે ટૂંકમાં વર્ણન કર્યું, તેમણે માહીતી આપતા જણાવ્યુ કે ટ્રસ્ટ, ટ્રસ્ટીઓ અને દાતાઓની નિરંતર મદદથી ગરીબ દર્દીઓની સારવાર માટે ભંડોળનું આયોજન કરે છે તથા શ્રી સુરેખ દેસાઈ દ્વારાઆમત્રિત મુખ્ય અતિથી ગણ તેમજ ઉપસ્થિત માહેમાનોનૂ અભિવાદન કરતા જણાવ્યુ કે શ્રેયસ મેડિકર જનસેવા હોસ્પિટલ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓનો નજીવા દરમા આવીતરત લાભ આપવા કટિબદ્ધ રહેશે ઍની ખાતરી આપી હતી.