Western Times News

Gujarati News

હોળી-ધુળેટીનું પર્વ નજીક આવતા દ્વારકા જતા પદયાત્રીઓમાં વધારો

જામનગર, ફાગણ માસની પૂર્ણીમા એટલે કે હોલીકા ઉત્સવ, હોળી ઉત્સવ માટે વર્ષોની પરંપરા મુજબ ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવે છે. આ ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે ઠેર-ઠેર ગામે-ગામ થી અસંખ્ય લોકો પગપાળા દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચે છે. આ વર્ષે પણ ગુજરાત-રાજસ્થાન સહિતના રાજયોમાંથી અસંખ્ય પદયાત્રીઓ દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે.

આ પદયાત્રીઓ સેવા માટે પણ હાઈ-વે પર અસંખ્ય સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. જેમાં પદયાત્રીઓ માટે રહેવા, જમવા, ફેરા થવા માટે તેમજ તમામ મેડીકલ માટેની સુવીધાઓ પણ સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવી રહી છે. સેવાકેમ્પોમાં ડી.જે.ના તાલે પણ પદયાત્રીઓનો થોડો થાક દૂર કરવા માટે કાળીયાઠાકરના ગીતો વગાડી અને ગરબા ઘૂમવા માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભગવાન દ્વારકાધીરા સાથે ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે અસંખ્ય પદયાત્રીઓ તથા દર્શનાર્થીઓ હોળીના પાવન દિવસે પહોંચે છે અને કાળીયા ઠાકર સાથે અબીલ-ગુલાલ સહિતનો રંગોથી હોળી રમી અને ધન્યતા અનુભવે છે. દર વર્ષે અનેક રાજ્યોમાંથી આ પદયાત્રીઓ દ્વારકા દર્શનાર્થે જઈ અને પોતાની માનતા તથા ભગવાન દ્વારકાધીશ સાથે ફૂલડોલ ઉત્સવ મનાવવાનો આનંદ માણે છે.

હોળી અને ધુળેટી નો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દ્વારકામાં ખાસ ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવે છે જેને લઇને જામનગર દ્વારકા હાઇવે પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે ફૂલડોલ ઉત્સવમાં યાત્રાધામ દ્વારકા તરફ ભક્તિઓનો ઘોડાપૂર ઉમટી પડ્યો છે. ભગવાન દ્વારકાધીશ ની સન્મુખ ફૂલડોલ ઉત્સવ ઉજવવાનું ખાસ મહત્વ રહ્યુ છે સમગ્ર દેશભરમાં થી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભગવાન દ્વારકાધીશના મંદિરે ઉત્સવ ઉજવવા આવે છે.

તેમજ પદયાત્રીઓ કેટલાક દિવસોથી દ્વારકાના હાઇવે પર જાેવા મળે છે જેને લઇને ઠેર ઠેર સેવાકીય કેમ ચાલી રહ્યા છે દેશભર તેમજ રાજ્યના વિવિધ શહેરોમાંથી લાખોની સંખ્યામાં હોળી ઉત્સવ ઉજવવા માટે પગપાળા યાત્રા રોવો દ્વારકા પહોંચે છે ત્યાં ભક્તોની ભીડ સાથે કૃષ્ણ ભક્તિમાં રંગાઈને ભક્તોનો સંઘ ચાલી રહ્યો છે રસ્તા પર જય રણછોડ, જય માખણ ચોરના નાદ ગુજી ઉઠી રહ્યા છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.