Western Times News

Gujarati News

આ પાર્ટીના ટેકાથી મેઘાલયમાં બનશે NPP ની સરકાર

ત્રિપુરા-નાગાલેન્ડમાં ભગવો લહેરાયોઃ મેઘાયલમાં NPP સૌથી મોટી પાર્ટી

આ ચૂંટણી દિલો વચ્ચેના અંતરને ખતમ કરવાની સાથે નવી વિચારસરણીનું પ્રતિબિંબ છેઃ પીએમ મોદી

નવી દિલ્હી, પૂર્વોત્તરના ત્રણ રાજયો ત્રિપુરા,મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીના પરીણામો આવી ગયા છે જેમાં ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપનું કમળ ખીલ્યું છે એટલે કે ભાજપના ગઠબંધનની સરકાર બનશે તે લગભગ નિશ્ચિત બની છે બંને રાજ્યોમાં બહુમતી મળી ગઈ છે meghalaya npp government with support of bjp

જ્યારે મેઘાલય રાજ્યમાં એક પણ પક્ષને બહુમતી મળી નથી જેના પગલે ત્યાં કોની સરકાર બનશે તે જાેવાનું રહેશે. જાેકે, મેઘાલય સત્તા પક્ષ એનપીપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને વર્તમાન સીએમ કોનરાડ સંગમાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ ફોન કરીને સરકાર બનાવવા કવાયત હાથધરી છે. તેમણે જણાવ્યું હતું કે, NPP સુધી પહોંચવા માટે અને સરકાર બનાવવા માટે અમારી પાર્ટીને તમારો ટેકો આપવા બદલ. અમે મેઘાલય અને તેના લોકોની સેવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.

બીજી તરફ ત્રિપુરા અને નાગાલેન્ડ ભાજપની ફરી સરકાર બનતા ભાજપના મુખ્યાલયોમાં નેતાઓ-કાર્યકરોએ ઉજવણી કરી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી મુખ્યાલય પહોંચ્યા હતા અને નેતા-કાર્યકરોનેસંબોધન કર્યું હતું.

ભાજપ અને તેના સાથી પક્ષોને ત્રિપુરા તથા નાગાલેન્ડમાં ઘારી સફળતા મળી છે પરંતુ મેઘાલયના પરીણામો ભાજપને ઝાટકો આપનારા છે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં સહયોગી પક્ષો સાથે ભાજપે ખૂબ સારો દેખાવ કર્યો છે. ત્રિપુરામાં સ્થાનિક પક્ષ આઇપીએફટીની મદદથી શાનદાર પ્રદર્શન સાથે ફરીથી સત્તા મળી છે.

નાગાલેન્ડમાં સ્થાનિક પક્ષ એનડીપીપી સાથેનું ગઠબંધન પણ ફળ્યું છે પરંતુ મેઘાલયમાં એકલા ચૂંટણી લડવાનો ભાજપનો દાવ ઉંઘો પડયો છે એવું ચુંટણી પરીણામો પરથી ફલિત થાય છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપને ફરી બહુમતી મળી છે. ભાજપ ગઠબંધનને બંને રાજ્યોમાં ૩૭ અને ત્રિપુરામાં ૩૩ બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને આ ચૂંટણીમાં ભારે નુકશાન થયું છે.

ભાજપના નેતાઓ અને કાર્યકરોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી દિલો વચ્ચેના અંતરને ખતમ કરવાની સાથે નવી વિચારસરણીનું પ્રતિબિંબ છે. હવે નોર્થ ઈસ્ટ ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે. આ એક નવો યુગ અને નવો ઈતિહાસ રચવાની ક્ષણ છે.

ચૂંટણી જીતવા કરતાં પણ વધુ મને એ વાતનો સંતોષ છે કે પીએમના કાર્યકાળ દરમિયાન તેમણે વારંવાર ઉત્તર પૂર્વમાં જઈને લોકોના દિલ જીત્યા. આપણા કેટલાક શુભચિંતકો એવા છે કે જેમને ચિંતા છે કે ભાજપની જીતનું રહસ્ય શું છે? પરિણામો આવ્યા ત્યાં સુધી મેં ટીવી જાેયું નથી અને એ પણ જાેયું નથી કે ઈવીએમને ગાળો ભાંડવાની શરુ થઈ કે નહીં.

તેમણે વધુમાં કહ્યું કે, અગાઉ જ્યારે નોર્થ ઈસ્ટમાં પરિણામો આવતા હતા ત્યારે દિલ્હીમાં બહુ ચર્ચા થતી ન હતી. અગાઉ ચર્ચા થતી હતી તો પણ હિંસા જ થતી હતી. તાજેતરમાં ત્રિપુરામાં એક પક્ષ સિવાય અન્ય કોઈનો ઝંડો પણ ફરકતો ન હતો. અમે ઉત્તર-પૂર્વને નવી દિશામાં આગળ વધતા જાેઈ રહ્યા છીએ.

તે એક નવી વિચારસરણીનું પણ પ્રતીક છે. હવે નોર્થ ઈસ્ટ ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે. ઇતિહાસ રચવાનો સમય છે. હું ઉત્તર પૂર્વ માટે સમૃદ્ધિ અને વિકાસનો સમય જાેઉં છું. થોડા દિવસો પહેલા જ્યારે હું ત્યાં ગયો ત્યારે કોઈએ કહ્યું, મોદીજી, તમારી અડધી સદી માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. મેં પૂછ્યું કેવી અડધી સદી તો તેણે કહ્યું કે જ્યારથી તમે વડાપ્રધાન બન્યા છો ત્યારથી તમે ૫૦થી વધુ વખત ઉત્તર પૂર્વની મુલાકાત લીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.