ડાકોર પગપાળા જવાના રસ્તા પર ક્યાં ક્યાં ડાયવર્ઝન અપાયું જાણો વિગતવાર
ડાકોર પગપાળા દરમ્યાન ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરતું પોલીસ કમિશનર, અમદાવાદ શહેરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
હું, સંજય શ્રીવાસ્તવ, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) અને ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ ના નિયમ-૨૦૭ અંતર્ગત મળેલી સત્તા અન્વયે ડાકોર પગપાળા દર્શનાર્થે જતા યાત્રાળુઓની સલામતિ જળવાઇ રહે તથા માર્ગ અકસ્માતો અને જાનહાની ટાળવા માટે નીચે મુજબનો હુકમ કરૂ છું.
આગામી દિવસોમાં ડાકોર ખાતે ફાગળસુદ પુનમનો મેળો ભરાનાર હોય અને વધુ પડતા યાત્રાળુઓ અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી જશોદાનગરથી હાથીજણ રીંગરોડ લાલગેબી સર્કલથી હાથીજણ-મહેમદાવાદ મુખ્ય નેશનલ હાઇવે પરથી ડાકોર પગપાળા દર્શનાર્થે જતા હોય છે. ડાકોર પગપાળા દર્શનાર્થે જતાં દર્શનાર્થીઓને વાહનોની અવર-જવરને કારણે અકસ્માતો અને જાનહાની થવાનો સંભવ રહે છે.
અગાઉ પદયાત્રીઓની સલામતી માટે સદર માર્ગ સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતો હતો. પરંતુ હાલમાં આ રસ્તો ફોર લેન ડીવાઇડર સાથે બનાવવામાં આવેલ છે. જેથી એક સાઇડનો રસ્તો ખુલ્લો રાખી વાહનોની અવર-જવર ચાલુ રાખી શકાય તેમ હોવાથી વિશેષ છણાવટ સાથે નીચે જણાવેલ રૂટ ઉપર આવતા-જતા વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ/વિસ્તારની વિગત :
જશોદાનગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા (લાલબેગી સર્કલ) સુધી જતો એક તરફનો રોડ તમામ માર્ગ: પ્રકારના વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત :
(૧) આમુખ-૩ થી પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે તેવા ભારે વાહનો સિવાયના વાહનો માટેનો વૈકલ્પિક
Ø અમદાવાદ વિંઝોલ ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા સુધીના માર્ગ પર (એ) વિંઝોલ ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા તરફ તથા (બી) જશોદાનગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા તરફ અવર-જવર કરી શકાશે.
(૨) આમુખ-૩ થી પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે તેવા ભારે વાહનો માટેનો વૈકલ્પિક માર્ગ
Ø અમદાવાદ વિંઝોલ ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા તરફ જતા તમામ વાહનો રીંગ રોડ પર બન્ને તરફ ડાયવર્ટ થઇ એક્સપ્રેસ હાઇવે તરફ તથા નારોલ સર્કલ તરફ અવર-જવર કરી શકશે.
આ કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઇ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૦૩/૦૩/૨૦૨૩ના રાત્રે કલાક ૦૦.૦૦થી તા. ૦૮/૦૩/૨૦૨૩ના કલાક ૨૪.૦૦ સુધી કરવાનો હેઠળ રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લધંન કરનાર ઇસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઇ.પી.કો. કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ- ૧૩૧ મુજબ કરીયાદ માંડવા માટે અધિકત કરવામાં આવે છે.