Western Times News

Gujarati News

Bollywood Actress Shraddha Kapoor માણ્યો ગુજરાતી ફરસાણનો સ્વાદ

મુંબઈ,Shradha Kapoor અને Ranbir Kapoor તેમની અપકમિંગ ફિલ્મ ‘Tu Jhoothi Main Makkaar’ના પ્રમોશનમાં વ્યસ્ત જાેવા મળી રહ્યા છે. આ રોમેન્ટિક કોમેડી લવ રંજન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. Shraddha kapoor enjoyed gujarati farsan

ફિલ્મના ટ્રેલર અને સોન્ગને સારો પ્રતિસાદ મળતાં ટીમ તો ખુશ છે જ સાથે ફેન્સ પણ મોટા પડદા પર પહેલીવાર બંનેની જાેડી જાેવા માટે અતિ ઉત્સાહિત છે. તું જુઠ્ઠી મેં મક્કાર ૮ માર્ચે રિલીઝ થવાની છે અને આ પહેલા એક્ટ્રેસ બુધવારે અમદાવાદની મહેમાન બની હતી.

અહીંયા તેણે તેની ડેબ્યૂ ફિલ્મનું સોન્ગ ગાઈને ત્યાં હાજર સૌને ખુશ કર્યા હતા તેમજ ખમણ સહિતના ગુજરાતી ફરસાણનો સ્વાદ પણ ચાખ્યો હતો.

શ્રદ્ધા કપૂર ફૂડી છે તે વાત તેના ફેન્સ સારી રીતે જાણે છે. તે ઘણીવાર તેના સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારનું ફૂડ એન્જાેય કરતી હોય તેવી તસવીરો શેર કરતી રહે છે, ત્યારે ફરસાણ માટે જાણીતા અમદાવાદની મુલાકાત લે અને તે કંઈ ટેસ્ટ ન કરે તેવું કેવી રીતે બની શકે? તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે, જેમાં તેણે પિંક કલરનું ફૂલ સ્લીવનું ટીશર્ટ અને ડેનિમ પહેર્યું છે. તે ટેબલ પર પડેલી ડિશ તરફ એકીટશે જાેઈ રહી છે, જેમાં ખમણ અને લીલવાની કચોરીની સાથે મીઠી અને તીખી તેમ બે પ્રકારની ચટણી રાખેલી છે.

આ સાથે તેણે લખ્યું છે ‘આભાર અમદાવાદ, સુપર ફૂડ અને પ્રેમાળ લોકો. શ્રદ્ધા કપૂરના ફિલ્મના પ્રમોશનનો એક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટ્રેસ સ્ટેજ પર છે અને પાસે કેટલીક છોકરીઓનું ટોળું ઉભું છે. તેઓ કંઈક બોલે છે અને શ્રદ્ધા તે સાંભળવા માટે પોતાનું બાઈક તેમના હાથમાં આપી દે છે. ત્યારે તે છોકરીઓ ‘૧૦ રૂપે કિ પેપ્સી શ્રદ્ધા કપૂર સેક્સી’ના નારા લગાવે છે.

આ સાંભળીને શ્રદ્ધા શરમાઈ જાય છે અને તેમના વખાણ પણ કરે છે. આ સિવાય એક વીડિયોમાં તે એક ફેન સાથે વાત કરતી જાેવા મળી. જેમાં તે ફેન તેનો આશિક હોવાનું અને દુનિયા અહીંયાથી ત્યાં થઈ જાય તો પણ તે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ફિલ્મ જાેવા જશે તેમ કહેતો દેખાયો.

શ્રદ્ધા કપૂરે અમદાવાદમાં પ્રમોશન દરમિયાન ડેબ્યૂ ફિલ્મ ‘આશિકી ૨’નું પોપ્યુલર સોન્ગ ‘ચાહુ મેં યા ના’ ગાયું હતું, જેમાં ફેન્સે પણ તેને સપોર્ટ આપ્યો હતો. આ દરમિયાન તે પિંક કલરની અનારકલી ડ્રેસ અને સલવારમાં જાેવા મળી હતી. જણાવી દઈએ કે, ‘તું જુઠ્ઠી મેં મક્કાર’માં શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂરની સાથે અનુભવ સિંહ બસ્સી, ડિમ્પલ કપાડિયા તેમજ બોની કપૂર મહત્વના રોલમાં છે.

આ સિવાય કાર્તિક આર્યન પણ તેમા કેમિયો કરતો દેખાશે. આ ફિલ્મથી એક્ટ્રેસ આશરે ૪ વર્ષ બાદ મોટા પડદા પર કમબેક કરવા જઈ રહી છે. છેલ્લે તે પ્રભાસ સાથે ‘સાહો’માં જાેવા મળી હતી, તે બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. તેની પાસે હવે ફિલ્મ ‘સ્ત્રી ૨’ છે, જેનું શૂટિંગ ખૂબ જલ્દી શરૂ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.