Western Times News

Gujarati News

અભિનેતા રાજકુમાર રાવની ભીડનું ટીઝર રિલીઝ

મુંબઈ, દુનિયાને કોરોના રોગચાળાની ચપેટથી બહાર આવતા વધારે સમય નથી ગયો. એક એવો સમય હતો કે, જ્યા લાચારીથી ભરેલા ડરેલા ચહેરા,સુમસામ રસ્ચતાઓ,

લાંબી ભીડમાં કાળઝાળ ગરમીએ ચાલતા લોકો, દેશના ગરીબ લોકો માત્ર તેમના ગામ અને ઘર સુધી પહોંચવાની ઇચ્છા, સ્મશાનો અને હોસ્પીટલો જાેઈ દરેક જાણે લાચાર બન્યુ હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી.

જાેકે, ભલે લોકડાઉનના અંત બાદ આ દ્રશ્યની યાદો લોકોના મનમાં ઝાંખી પડી ગઈ હોય, પરંતુ રાજકુમાર રાવની આગામી ફિલ્મ તેને ફરી જીવંત કરવા આવી રહી છે.

ફિલ્મનું નામ ‘ભીડ’ છે અને તેનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ ૨૪ માર્ચ, ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર અભિનીત ફિલ્મ ‘ભીડ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

અનુભવ સિન્હાની આ ફિલ્મનું ટીઝર રિલીઝ થતાની સાથે જ તે કેટલાક ખાસ કારણોસર ચર્ચામાં છે. આમાં, કોરોના સમયગાળામાં લોકડાઉન દરમિયાન સ્થળાંતર કરનારાઓની તુલના ભાગલાના સ્થળાંતર સાથે કરવામાં આવી છે.

અનુભવના આ તુલનાત્મક અભિગમની સર્વત્ર ચર્ચા થઈ રહી છે. શેર કરેલ ટીઝર બ્લેક એન્ડ વ્હાઇટ છે, જેમાં બે અલગ અલગ વિઝ્‌યુઅલની સરખામણી કરવામાં આવી છે.

એક તરફ વર્ષ ૧૯૪૭માં થયેલા વિભાજનના દ્રશ્યો છે, અને બીજી તરફ કોરોના સમયગાળાના દ્રશ્યો છે. બંને બાજુ ભીડ છે જે, ભાગી રહી હોય તેવું લાગે છે. બસની છત પર ચડતા લોકો, હેરાન પરેશાન ભયભીત ચહેરાઓ દેખાઈ રહ્યા છે. રાજકુમાર રાવ આ પહેલા પણ આવી સ્ક્રિપ્ટ પર ફિલ્મો કરી ચુક્યા છે, જેને ઘણી પ્રશંસા પણ મળી છે. ભૂમિ પેડનેકર પણ લગભગ આ પ્રકારની ફિલ્મો કરવામાં આગળ છે.

હવે ફેન્સ આ બંને સ્ટાર્સને ફિલ્મ ભીડમાં જાેવા માટે ખૂબજ ઉત્સાહિત છે. એક વ્યક્તિએ લખ્યું કે, ‘તમે બોલિવૂડને નજરઅંદાજ કરી શકો છો, પરંતુ રાજકુમાર રાવને નહીં.’ અન્ય વ્યક્તિએ લખ્યું- ‘રાજકુમાર રાવના ફેન હોવાના કારણે હું ઈચ્છું છું કે આ ફિલ્મ સુપરહિટ બને.

ફિલ્મની વાત કરીએ તો, તેનું નિર્દેશન અનુભવ સિન્હાએ કર્યું છે. ફિલ્મનું ટીઝર ફેન્સને પસંદ આવી રહ્યું છે. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે કોરોનાના સમયગાળા દરમિયાન લોકોને પોતાના જ દેશમાં જ અજાણ્યા લોકોની જેમ રહેવુ પડ્યું હતુ. અનુભવ સામાજિક મુદ્દાઓ પર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે.

તેની છેલ્લી કેટલીક ફિલ્મોએ લોકોને પ્રભાવિત કર્યા છે. ફેન્સે પહેલા જ કોરોના પર કેટલીક ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રી જાેઈ છે, અને હવે ફરી એકવાર કોરોના મહામારીના યુગને અલગ એન્ગલથી ફિલ્માવવામાં આવ્યો છે. હવે દર્શકોને આ ફિલ્મ કેટલી પસંદ આવશે તે તો સમય જ કહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.