રોજિંદા જીવનમાં ખુશ રહેવા માટે તમે શું કરો છો ?
યુવાન હોય કે વૃદ્ધ, જીવનની સાચી મજા સદાય પ્રસન્ન રહેવામાં જ છે
આજે એક એવી વાત કે જેની કદાચ તમને ખબર નહી હોય, શું તમે જાણો છો કે ખુશ રહેવા માટે તમારે કોઈની અનુમતિ લેવી પડતી નથી, એથી એ સારું તો એ છે કે ખુશ રહેવા માટે કોઈ પૈસા ચૂકવવા પડતા નથી વળી ખુશ રહેવા માટે કોઈ કારણ હોવુંયે જરૂરી નથી. ખુશીને પૈસાથી ખરીદી શકાતી નથી પરંતુ નિઃશુલ્ક આપી ચોકકસ શકાય છે એક ખુશમિજાજ વ્યક્તિ જ બીજાને ખુશ રાખી શકે એ પણ એટલું જ સાચું છે તો કહો રોજિંદા જીવનમાં ખુશ રહેવા માટે તમે શું કરો છો ?
સોમવારનો પહેલો કલાસ શરૂ થવામાં થોડી વાર હતી વિશાલે રવિને પૂછયું કે કેવા રહ્યા વિકેન્ડ? તો રવિએ જવાબ આપ્યો કે, આ શનિ-રવિ લગ્ન પ્રસંગમાં બધા ભેગા થયા હતા અને ખૂબ મોજ કરી. હવે આજથી ફરી એ જ રૂટિન શરૂ. એ વાત સાંભળી મેં પુછયું કે, કેમ આજના દિવસમાં શું વાંધો છે? તમે ઈચ્છો તો આજે પણ ખુશ રહી શકો છો ત્યાં સગા સંબંધી હતા તો અહી મિત્રો છે. જિંદગી રોજેરોજ અને ક્ષણેક્ષણ જીવાની છે. તમે તેને શા માટે વિકેન્ડ ટુ વિકેન્ડ જીવો છો? વિશાલે જવાબ આપ્યો કે કોલેજમાં અમે એટલા ગૂંચવાઈ જઈએ છીએ કે મજા જ નથી આવતી. મેં કહ્યું કે આજે કોલેજ, કાલે નોકરીમાં અને પછી ઘરમાં… જાે તમે ખુશ થવા કે આનંદમાં રહેવા માટે રજાઓ શોધશો તો પત્યું આ સાંભળી રવિએ ચિંતિત થઈને પુછયું કે, તો પછી ખુશ રહેવાનો રસ્તો શું છે ? મેં તેને જવાબ આપ્યો કે તારે ખુશ કેમ રહેવું એ તું નકકી કર પણ હું એટલું કહીશ કે દરેક નાની નાની વાતોમાં ખુશ રહેતા શીખ યુવાન હોય કે વૃદ્ધ, જીવનની સાચી મજા સદાય પ્રસન્ન રહેવામાં જ છે.
બન્ને મિત્રો વિચારતા વિચારતા ગણવા લાગ્યા. કલાસમાં કોઈ પ્રશ્રનો સાચો જવાબ આપીએ તો ખુશી મળે. કોઈ મિત્રને કોલેજ આવવામાં લિફટ આપીએ તો સંતોષ થાય. ચિક્કાર ભરેલી બસમાં બેસવાની જગ્યા મળેત્ તો મોજ પડી જાય. ગાયને ઘાસ નાખીએ કે માળીકાકાને મદદ કરીએ તો આનંદ આવે, સાંજે ઘરે જઈએ અને મનગમતું શાક બન્યું હોય તો દિવસ ભરનો થાક ઉતરી જાય. ઉમેરો કરતા મેં કહ્યું કે તમારી સવાર તમારો દિવસ બનાવે છે માટે સવારથી હસતા હસતા ઉઠો.ઈશ્વરનો ઉપકાર માની કે તમને આટલું સ્વસ્થ જીવન આપ્યું. સોૈની સાથે ઉમંગથી સવારની ચા પીઓ. નાહીને સરસ કપડાં પહેરી વિચારો કે તમે કેટલા સરસ લાગો છો. દિવસ ભરમાં તમારા નિશ્ચિત કામો સાથે તમારા શોખના કામ પણ કરો. સંગીત સંભાળવું સાંની ચા બનાવવી, રમતો રમવી, બાળકો સાથે મસ્તી કરવી, આથમતા સૂર્યને જાેવા, રાત્રે વાતો કરતા કરતા માથામાં તેલ નંખાવવું કે હીચકા પર ઝુલવું જેવી પ્રવૃતિ ઓછી છે! બાથરૂમ સિગિંગથી લઈને સાદુ કુકિંગ, ખુશ રહેવા માટે પ્રવૃતિનો કોઈ તૂટો નથી જીવનમાં માત્ર તમારું ઈનોલ્વમેન્ટ જાેઈએ.
એક વખત રાત્રીના સમયે થોડા યુવાનોએ એક માણસને બારમાં જવાનો રસ્તો પુછયો તો તે માણસ સામા પ્રશ્ર કર્યો કે તમે ત્યાં શા માટે જાઓ છો ? એક યુવાને કહ્યું કે બસ, ખુશી મેળવવા, પેલા સજ્જને કહ્યું કે મારી એક વીંટી ખોવાઈ ગઈ છે તે શોધવામાં મદદ કરો પછી રસ્તો બતાવું થોડો સમય શોધ્યા પછી વીટી ન મળતા યુવાનોએ પૂછયું કાકા તમારી વીટી કયા ખોવાણી છે? આ માણસે જવાબ આપતા કહ્યું કે, પેલા ઝાડ પાસે ખોવાઈ છે પણ અહી અજવાળું છે એટલે અહી શોધુ છું યુવાોનોએ તેને ઉપદેશ આપતા કહ્યું કે, કાકા જે વસ્તુ જયા ંખોવાણી હોય ત્યાંથી જ મળે આ સાંભળી પૈલા માણસે પૂછયું તો શું તમે તમારી ખુશી બારમાં ખોઈ છે ? મિત્રો, આ જ રીતે આપણી ખુશી પણ આપણા રોજના જીવનમાં જ ખોવાઈ છે અને ત્યાંથી જ મળશે.