Western Times News

Gujarati News

શાળાએ જતાં બાળકોમાં વજન વધારો – ખતરાની ઘંટી

આઉટડોર ગેમ્સ રમતા નથી, પ્રકૃતિમાં ઉછળકૂદ કરવાનો મહાવરો રાખતા નથી, બાળકો જે ભોજન ખાય છે તેમાં પ્રોસેસ્ડ ફૂડ, ફ્રાઈડ ફૂડ, મેંદો, ખાંડ અને ચરબીની માત્રા દિવસે-દિવસે વધી રહી છે

બાળકો ગોળમટોળ અને તંદુરસ્ત હોય એ દરેક માતા-પિતાની ઈચ્છા હોય પણ એ ધ્યાનમાં રાખો કે બાળક તંદુરસ્ત હોવું જાેઈએ. જાડુ નહીં પણ આજે બાળકોમાં વજન વધારો ખૂબ સામાન્ય રીતે જાેવા મળી રહ્યો છે. શાળાએ જતા બાળકોના વજન બાબતે હજુ આપણે ત્યાં જાેઈએ એટલી અને એવી જાગૃતિ આવી નથી બલકે બાળકનું વજન વધુ હોય તો ચિંતા નહીં પણ આનંદ અનુભવાય છે. બાળકના જાડાપણાને માતાની સાચવણ અને કાળજી સાથે જાેડવામાં આવે છે. ઘણી વખત તેના માતા-પિતા કે કુટુંબીજનો એ વાત માનવા તૈયાર નથી થતા કે બાળકમાં વજનવધારો છે. બાલ્યાવસ્થામાં વજનવધાોર કાબૂ ન કરાય તો આગળ જતાં અનેક રોગો થઈ શકે છે. બાળક જાડુ હોય તો તેનું વજન સમતોલ બને તે માટે પૂરતી કાળજી લેવી જાેઈએ.

શાળાએ જતાં બાળકોમાં જાડાપણું શા માટે ગંભીર છે?
•બાળકોમાં જાડાપણું અનેક ગંભીર પરીણામો લાવી શકે છે અને નાની ઉમરમાં અનેક રોગો આમંત્રે છે.
• બાળક જાડું થઈ જાય એ દર્શાવે છે કે એણે જેટલી માત્રામાં કાર્બોદિત અને ચરબી લેવા જાેઈએ તેના કરતા વધુ લઈ રહ્યું છે. જાે બાળક કાર્બોદિત અને ચરબી વધુ લે છે તેનો સ્પષ્ટ મતલબ એ છે કે તે પ્રોટીન અને ખનિજક્ષારો ઓછા લે છે પરંતુ પ્રોટીન અને ખનિજક્ષારો બાળકના વૃદ્ધિ વિકાસ માટે અનિવાર્ય ઘટકો છે.
• ઘણીવાર બાળક દેખાવે જાડું હોય પણ હકીકતમાં તેના શરીરમાં પ્રોટીન, આર્યન, કેલ્શિયમ અને વિટામીન જેવા અતિ અગત્યના પોષકતત્વોની કમી હોય છે.

• બાળક તેના વધુ પડતા વજનને લીધે સાથી મિત્રો અને શાળામાં મજાકનું પાત્ર બને છે. આથી બાળકોમાં શરમાળપણું, લધુતાગ્રંથી અને હતાશાની ભાવના જન્મે છે સ્પર્ધાત્મક યુગમાં બાળકોમાં આવેગો અને માનસિક વિકાસમાં આવા અવરોધો તેને તેના જૂથ કરતા પાછળ પાડી દે છે.
શાળાએ જતાં બાળકોમાં જાડાપણું શા માટે સર્જાય છે ?
• બાળકો તેમણે કરવી જાેઈએ એટલી શારીરીક શ્રમકારક ક્રિયાઓ કરતા નથી, એસી રૂમમાં પડ્યા રહે છે આઉટડોર ગેમ્સ રમતા નથી. પ્રકૃતિમાં ઉછળકૂદ કરવાનો મહાવરો રાખતા નથી.

• બાળકો જે ભોજન ખાય છે તેમાં પ્રોસેસ્ડ ફૂડ, ફાઈડ ફૂડ, મેંદો, ખાંડ અને ચરબીની માત્રા દિવસે-દિવસે વધી રહી છે અને આજ કારણ છે કે બાળકો જેટલી કેલોરી તો ખૂબ લે છે પણ તેને બાળવા માટે જેટલી મહેનત કરવી જાેઈએ તે કરતા નથી.
• બાળકોમાં જાડાપણાનું બીજું અગત્યનું કારણ તેઓમાં વધતુ જતું ટીવી અને મોબાઈલનું વળગણ છે. વિદેશોમાં તો ટીવી અને મોબાઈલ ને લીધે બાળકોની ક્રિયાશીલતા એટલી બધી ઘટી ગઈ છે કે તેઓ જાડિયા બની રહ્યાં છે.
બાળકોમાં જાડાપણું કેવી રીતે રોકવું ?
• બાળકને એરકંડીશંડ રૂમમાં બેસીને મોબાઈલ ગેમ્સ કે કમ્પયૂટર ગેમ્સ રમવા માટે પ્રોત્સાહન આપવાને બદલે ક્રિકેટ, સ્કેટિંગ, ટેનીસ, સ્વિમિંગ, ફૂટબોલ અને બહાર ખુલ્લામાં રમાતી રમતો રમવા પ્રોત્સાહન આપવું જાેઈએ.

• બાળકોને તાજાે અને ગરમ નાસ્તો કરવાની આદત પાડવી જાેઈએ. કોબી-પૌંઆ, વેજીટેબલ પુલાવ, ચોખા-દાળની ઈડલી, ઢોસા, ઉત્તપમ, ઢોકળા બાળકો માટે ઉત્તમ અને પોષક નાસ્તો છે. સ્કૂલના લંચબોક્સમાં પણ રેડીમેડ નાસ્તાની બદલે ઘરનો નાસ્તો આપો. • બાળકને બ્રેડ-બટર, જામ, જેલી જેવા ખાદ્યો ના આપો કેમકે તે હાઈકેલોરી છે અને કોઈપણ જાતના ઉપયોગી પોષકતત્વો જેમ કે પ્રોટીન, ખનીજક્ષારકે વિટામીન ધરાવતા નથી. • ફળોના રસ, ઈન્ર્સ્ટટ સૂપ અને તૈયાર ફ્રૂટ જયુસને બદલે બાળકોને તાજા અને સીઝનલ ફળો જેવા કે પપૈયા, જામફળ, બોર, કેળા, સંતરા, ચીકુ વગેરે નાસ્તામાં આપવા જાેઈએ. કેમકે ફળોમાં વિટામીન, એર્ટીઓક્સિડંટ અને રેષા ભરપુર હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.