ભારતનો આ ક્રિકેટર હવે પીઠની સર્જરી માટે ન્યૂઝીલેન્ડ પહોંચ્યો
(એજન્સી)નવી દિલ્હી, Indian Cricket Teamના અનુભવી ફાસ્ટ બોલર Jasprit Bumrah હાલ ઘાયલ છે અને એના કારણે તે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. જસપ્રીત બુમરાહ IPL-2023 ૧૬મી એડિશનમાં પણ નહીં રમી શકે.
જાે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાઈ થાય છે તો જસપ્રીત ફાઈનલમાં રમી શકે એ નક્કી નથી, આવામાં તેની નજર આ વર્ષે ભારતમાં રમાનારા વર્લ્ડ કપ પર ટકેલી છે. બુમરાહ પીઠની સર્જરી કરાવવા માટે ન્યુઝિલેન્ડ પહોંચ્યો છે. કેટલાંક દિવસોમાં તેની સર્જરી થઈ જશે.
જસપ્રીત બુમરાહની સર્જરી બાદ સાજાે થવામાં ઓછામાં ઓછા ૩-૫ મહિનાનો સમય લાગી શકે છે. છેલ્લાં પાંચ મહિનાથી બુમરાહ સ્ટ્રેસ ફ્રેક્ચરના કરાણે ટીમમાંથી બહાર છે. BCCIના સૂત્રોના જણાવ્યા મુજબ, જસપ્રીત બુમરાહ પીઠની સર્જરી માટે પાંચ દિવસ પહેલાં જ ન્યૂઝીલેન્ડ પહોંચી ચૂક્યો છે. ડૉક્ટરોની સર્જરી કરાવવાની સલાહ બાદ બીસીસીઆઈએ તેને મોકલી આપ્યો છે. એકાદ બે દિવસમાં બુમરાહની સર્જરી થઈ જશે.