પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી હવે મહિલાઓનું નેતૃત્વ
મહિલાઓના કાર્યોને રોજિંદા જીવનમાં પણ સન્માનવા મુખ્યમંત્રીનું આહવાન
(એજન્સી)ગાંધીનગર, દર વર્ષે ૮ માર્ચને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે મહિલા સંમેલન આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે રાજ્યની મહિલા ઉદ્યમીઓ દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્ટઅપ તથા મહિલા આંતરપ્રિનિયોરને પ્રોત્સાહન આપવા ૩ મહિલા ઉદ્યમીઓનું સન્માન કરી તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
આ ઉપરાંત જામનગર અને સાબરકાંઠા જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરનું ઈ-લોકાર્પણ, ગુજરાત મહિલા વિકાસ એવોર્ડ વિતરણ, માતા યશોદા એવોર્ડ વિતરણ, ૧૮૧ અભયમ હેલ્પલાઈનની શોર્ટ ફિલ્મનું અનાવરણ, વ્હાલી દીકરી યોજનાના મંજુરી હુકમ વિતરણ, ર્નિભયા ફંડ હેઠળ ૧૮૧ અભયમ્ હેલ્પલાઈનને ૧૨ વાહનોનું લોકાર્પણ, અન્નપ્રાસન,
ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાના ચેક વિતરણ, મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ તથા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર ૨૦૨૨ના વિજેતાનું સન્માન જેવા કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે હાજર મુખ્યમંત્રીએ લોકો સાથે વાત કરતા કહ્યું કે મહિલાઓના સન્માન માટે આખુ વર્ષ કામ કરવું જાેઈએ.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું કે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી હવે મહિલાઓ નેતૃત્વ કરી રહી છે.
વિવિધ કાર્યો થકી બહેનો આજે રોજગારી મેળવી રહી છે. બનાસકાંઠાની બહેનોનું ઉદાહરણ આપતા ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આજે બનાસકાંઠાની પશુપાલન વ્યવસાયમાં જાેડાયેલી બહેનો કરોડો રુપિયાની આવક કરી રહી છે જે સન્માનજનક વાત છે.
[custom-twitter-feeds feed=1]